ગરિમા મહોત્ત્સવમાં : મહિલાઓનો‌ ઉત્ત્સાહ

20181218_080801-10

ગરિમા મહોત્ત્સવમાં : મહિલાઓનો‌ ઉત્ત્સાહ

કચ્છી લેવા પટેલ સમાજ આયોજીત કચ્છી લેવા પટેલ કન્યા વિધામંદિર રજત જયંતી ગરિમા મહોત્ત્સવના કેન્દ્રમાં મહિલાઓ હોય એ સ્વાભાવિક અને સહજ છે.. ભુજ સમાજની ઉત્સવ મહિલા ટીમ‌ ટ્રસ્ટી કાંતાબેન લાલજી વેકરીયાના નેજા હેઠળ‌ સક્રિય છે ગામોગામ ભૂતપૂર્વ દીકરીઓના સંપર્ક કરાયા છે..ગામોગામ પત્રિકા આપવાના અભિયાનમાં દરેક જગ્યાએ આ કણબી મહિલા શક્તિએ ઉપસ્થિત રહેવા પ્રયાસ કર્યો અને મજબૂત સંદેશો આપ્યો...ગામોગામ બહેનોની સામેલગીરી અને ઉત્સાહ દર્શાવે છે કે સમાજીક‌ ભાવના જાગૃત કરવા મહિલાઓ ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે...સાઈકલયાત્રા દરમ્યાન અકલ્પનિય‌ રીતે બહેનોએ સાઈકલ સવારી કરી તો‌ બીજી‌બાજુ સાંખ્યયોગી બહેનો એ પણ આ નવા વિચારને વધાવ્યો...સુખપરમાં ધર્મપત્નીએ પતિની સાઈકલ પાછળ સવારી કરી 1970 નો bxw સાઈકલયુગ તાજો કરી દીધો... સવારે 4 વાગ્યે ઊઠી બહેનો માંડવી સમયસર પહોંચી તો...એકવાતની નોંધ લેવી ઘટે કે સાઈકલયાત્રાનો પ્રથમભાગ માધાપરથી શરૂ થવાનો હતો તેની આગળની સાંજે માધાપરથી એક‌બહેનનો ફોન આવ્યો...સાઈકલ યાત્રીઓ માટે ચા નાસ્તો હું કરાવીશ..માધાપરની વિરાંગના વૃધ્ધાવસ્થામાં પણ હાજરી આપી...વહેલી સવારે માધાપર જ્ઞાતિમંડળની બહેનોએ કૌશલ્યાબેનના નેજા હેઠળ અલ્પાહારની વ્યવસ્થા કરી..નારાણપરમાં પુષ્પાબેન પિંડોરીયાએ ગામના મહિલાઓને એકત્ર કરી‌ ઉત્સવ જેવો‌ માહોલ‌ સર્જી દીધો..આ બે બહેનો એક સમય‌ જિલ્લા તાલુકાના શીર્ષ સ્થાને રહી ચૂક્યા છે પણ જરાય અહં રાખ્યા વગર પ્રેરણા આપી‌ છે..આર.ડી.વરસાણી કુમાર વિધલયના આચાર્યા લક્ષમીબેન પિંડોરીયા. કન્યા વિદ્યામંદિરના લોપાબેન જ્યાં જ્યાં નજર કરીએ મહિલાઓ‌નું પ્રદાન છે...મહોત્ત્સ્વના વિશેષાંકમાં 90% લેખ અભિપ્રાય બહેનોના છે.અને ગરિમા સત્ર પણ બહેનોને સમર્પિત છે. આ ગરિમા મહોત્ત્સવમાં મહિલાનો જય ઘોષ ગાજશે એમાં શંકાને સ્થાન નથી....નમ: તસ્યેય નમ: તસ્યેય નમોનમ: