આજની ઘડી તે રળિયામણી રે... ગામોગામ આમંત્રણ...જ્ઞાતિજનોનો અદમ્ય ઉત્સાહ...

inCollage_20181205_060825952-5

આજની ઘડી તે રળિયામણી રે... ગામોગામ આમંત્રણ...જ્ઞાતિજનોનો અદમ્ય ઉત્સાહ...

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજતજયંતી મહોત્સવ ઉજવાનાર છે તેની ઘરોઘર આમંત્રણ પત્રિકા આપવાનો દોર શરૂ કરવામાં આવ્યો છે.. પ્રથમ તબક્કો સુખપર અને કુન્દનપર કેરાથી આરંભાયો છે મંગળવારે આ ત્રણ ગામમાં સાંધ્ય સભાઓ યોજવામાં આવી હતી. જેમાં જ્ઞાતિજનોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભુજ સમાજ દ્વારા બે ટીમો‌ બનાવવામાં આવી છે જે ગામોગામ જઈ આમંત્રણ આપી રહી છે. ગામોગામથી સ્વયંસેવકની ટીમો તૈયાર થઈ રહી છે. ગામના મંદિરો અને સમાજોને પ્રતિક આમંત્રણ અપાઈ રહ્યા છે જ્યારે બાદમાં ટીમ બનાવી ઘરોઘર આમંત્રણ પત્રિકાઓ વિતરીત કરાશે.. જ્ઞાતિજનોમાં ઉત્સાહ છે ઉત્સવ સાથે સમાજ દ્વારા હાથ ધરાનાર આરોગ્ય અને શિક્ષણના આયોજનો આવકાર પામી રહ્યા છે. એક દાયકાના સક્રાંતિકાળ માંથી મુક્ત થઈ ભુજ સમાજ પુન: અસલી મિજાજમાં સેવાપંથે ઐતિહાસિક કહી શકાય એવા માર્ગે આગળ વધવા સજ્જ બન્યો છે. નીતિ અને નિયત માતૃસ્વરૂપા જ્ઞાતિગાંગાની નિર્દોષ સેવાનો છે. આગામી 50 વર્ષનો રોડમેપ રેડી છે. જમીનો હસ્તગત કરાઈ છે દાતાઓને વિશ્વાસ છે સમાજ સંસ્થા પર...એક બાજુ 45 એકર ભૂમિ શિક્ષણ સંકુલ માટે તૈયાર છે તો બીજીબાજુ કેન્સર કાર્ડિયાક અને કીડની સારવારના પંથે સમાજ પ્રયત્ન કરી રહ્યો છે. વેઈટ એન્ડ વોચનો કાળખંડ પસાર કરી ચૂકેલ જ્ઞાતિ હવે નવા નેતૃત્વ સાથે ઉત્સાહ અને સાહસિક વિકાસના સંકલ્પ સાથે સજ્જ છે. નવી પેઢી નવી જવાબદારી ઉઠાવવા સજ્જ છે..જ્ઞાતિને સમાજ પ્રત્યે પ્રેમ છે..એટલે જ એ માન્યતા અને પ્રયાસનો જ્ઞાતિગંગાએ અસ્વિકાર કરી દીધો છે કે વ્યક્તિગત અહં માટે સમાજના વિકાસના વીરડા અન્યત્ર વાળવામાં આવે.....જ્ઞાતિના જાગૃત સભ્યો સંસ્થાનો અમાપ વિકાસ અને વિસ્તાર ઝંખી રહ્યા હતા એનો પ્રતિઘોષ ગ્રામ્યસભાઓમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે.જ્ઞાતિમાટે સમાજની એમ.એમ.પી.જે. હોસ્પિટલ માં 27 બેડ અનામત રાખવાની પહેલ ભારે આવકાર પામી છે...આ વાત મુકતાં જ તાડીઓનો ગળગળાટ શું સુચવે છે એ સમજવું અઘરું નથી...દુષ્કાળ વર્ષમાં ગાયોના નીરણકેન્દ્રો સમાજ દ્વારા શરૂ કરવાની જાહેરાત અને ઉત્સવ સાદગી પૂર્વક ઉજવવાની ભાવના જ્ઞાતિને પસંદ પડી રહી છે..સમાજ કોલેજ શરૂ કરવા જઈ રહ્યો છે.આઈ.ટી.આઈ., સ્પર્ધાત્મક પરીક્ષાનું ભવન, કૃષિમોલ,મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ, વ્યવસાય ઉત્કર્ષ મેળો, રવિવારીય ગુજરી ( વેપાર માર્કેટ ) સહિતના અનેક પ્રોજેક્ટ તૈયાર છે સમાજ વિકાસના ઐતિહાસિક વળાંકે ઊભો છે હવે અહીંથી એક જ માર્ગ છે જ્ઞાતિ કલ્યાણનો....આવા સંકલ્પ સાથે અપાઈ રહેલા સંદેશ જ્ઞાતિ સમજપૂર્વક ઝીલી રહી છે અને સાથ આપી રહી છે... રવિવાર તા. 9/12/2018 ના ચોવીસી સાઈકલયાત્રા સ્વાગત માટે ઈજન અપાયા છે.. માહોલ જામ્યો છે. ઉત્સવ ઐતિહાસિક થવાના અણસાર જ્ઞાતિએ આગોતરા આપી દીધા હોય તેવો માહોલ બંધાયો છે..સમાજ મહાન છે...વ્યક્તિ નહીં વિચારધારા મહાન છે એ સમજવું રહ્યું........આમંત્રણ આપવાની તારીખવાઈઝ શ્રેણી આ પોષ્ટ સાથેની તસવીરમાં સમાવિષ્ટ છે જેને ઝૂમ કરી જોઈ શકાય છે....આપણું સમાજ ...આપણું ભવિષ્ય... સમાજ ઉત્થાનથી રાષ્ટ્ર ઉત્થાન....