કણબી દીકરીઓના કચ્છીઓને નિરામયતાના આશિષ : આજે કીડની, કેન્સર અને કર્ડિયાક હોસ્પિટલની જાહેરાત રંગોના આકાશમાંથી સેવાનો‌ વરસાદ..અન્નદાતા બન્યો આરોગ્યદાતા.....

inCollage_20181228_054844004-1152x1152-691x691-13

કણબી દીકરીઓના કચ્છીઓને નિરામયતાના આશિષ : આજે કીડની, કેન્સર અને કર્ડિયાક હોસ્પિટલની જાહેરાત રંગોના આકાશમાંથી સેવાનો‌ વરસાદ..અન્નદાતા બન્યો આરોગ્યદાતા.....

ગુરુવારે ચોવીસ ગામની દીકરીઓએ મહોત્સવના પ્રાંગણમાં 24 રંગોળીઓ અને કન્યા વિધામંદિરની દીકરીઓ, કુમાર વિધાલયના દીકરાઓએ પૂરેલા ચોક‌ સજાવેલ ઈન્દ્રધનુષ સમાજ દ્વારા શરૂ‌ થનાર મહાન આરોગ્ય પ્રકલ્પના‌ પ્રતિક‌ બન્યા હતા. રંગોળી સ્પર્ધામાં માધાપર, મિરઝાપર અને સુરજપર પ્રથમ દ્વિતીય અને તૃતિય રહ્યાં હતાં પણ ચોવીસે ગામોની રંગોળીઓ એકબીજાંથી ચડિયાતી અને સુંદર કલાત્મક છે..જેના દર્શન મહોત્સવ સ્થળે ચાર દિવસ થશે... સામાજીક‌ રૂઢીચુસ્તતા,શિક્ષણના અભાવ અને ગરીબીના કારણે કન્યા કેળવણી ક્ષેત્રે પછાત રહેલ‌ કચ્છી લેવા પટેલ જ્ઞાતિએ 1988 થી શિક્ષણમાં દીકરીઓની સેવા શરૂ કરી... સ્વ. વી.કે. પટેલ, આર.આર.પટેલ અને તત્કાલિન કાર્યકરો અને દાતાઓની ભાવનાએ કન્યા વિધામંદિરના પાયા નંખાયા અને આજે અહીં હજારો દીકરીઓને શિક્ષિત,દિક્ષિત,પ્રતિષ્ઠિત કરાઈ છે...માતૃશક્તિઓની આ સેવાના સમાજને આશીર્વાદ મળ્યા છે અને આજે ફળ્યા‌ છે‌ ન માત્ર લેવા પટેલ સમાજ પણ સમગ્ર કચ્છની 21 લાખની માનવવસ્તીના આરોગ્ય માટે આજે કાર્ડિયાક ( હૃદય ),કેન્સર અને કીડનીની હોસ્પિટલની સંસ્થાકીય‌ જાહેરાત થશે એ સાથે કચ્છનો આ કણબી સમાજ પુન: એકવાર કચ્છ નો ભાગ્યવિધાતા બનશે...આમ તો મૂળ કૃષક એવા આ સમુદાય માટે મેડિકલ ક્ષેત્ર અલગ છે પણ જેની નીતિ અને નિયત‌ સાફ છે એને કુદરત પણ મદદ કરે છે ....છેલ્લા છ માસમાં નિયતીએ આ કાર્ય‌ કણબી જ્ઞાતિના વિકાસ પુરુષ ગોપાલભાઈ માવજી ગોરસિયાને સોંપ્યુ હોય એમ લોક કલ્યાણના‌ અનેક નિર્ણય થઈ રહ્યા છે.....સમાજે ખરા અર્થમાં વિશાળ ફલક ધારણ કર્યું છે..ચોવીસીના અનેક‌ નવા યુવાન યુવતીઓ સમાજના પાયાના કાર્યકર તરીકે સમર્પિત થવા આગળ આવ્યા છે...સમાજ માત્ર સમિતીઓ પુરતો સિમિત‌ ન રહેતાં લોકશક્તિનો પૂંજ બનવા તરફ ગતિ કરી છે ત્યારે આ ભાગીરથીના વિશ્વાસે ગોપાલભાઈ ગોરસિયાએ દાતાઓને સાથે લઈ આરોગ્ય અને શિક્ષણના વિશાળ સંકુલો સમાજ માટે અપાવવા પુરુષાર્થ કર્યો છે..આજે કચ્છ માં આરોગ્ય ક્ષેત્રે ઊગી રહેલ સૂર્યનું પ્રથ‌મ અર્ધ્ય આ સમાજ તેના પૂર્વજ વડિલો કાર્યકરો દાતાઓ શુભેચ્છકોને અર્પે છે...અને તેનો સંપૂર્ણ યશ‌ કન્યા સંસ્કારધામ અને કન્યા‌ વિધામંદિરની હજારો દીકરીઓને આપે છે કે તેમના આશીર્વાદથી કન્યાવિધામંદિર શાળાના રજતજયંતી મહોત્સવની સાક્ષીએ આ ઐતિહાસિક ‌મંગળાચરણ થઈ રહ્યું છે જે સમુદાય‌ પાસે પહેરવાં પુરતાં ખાવાના સાંસા હતાં. અંગૂઠાછાપ ઓળખ હતી એ સમાજ આજે વિશ્વની‌ શ્રેષ્ઠ ટેકનોલોજી સાથેની હોસ્પિટલનું મંગળાચરણ કરવા જઈ રહ્યો છે..એ બતાવે છે કે આપ કેટલા ધનવાન છો એ કરતાં તમે કેટલા દયાવાન છો એ મહત્ત્વનું છે.....એટલે જ કણબી દીકરીઓએ સર્જેલ‌ રંગોળીમાં રંગની દુનિયા કચ્છ ના‌ 21 લાખ મનુષ્યો ને સમર્પિત છે...કેન્સર , કિડની અને કાર્ડિયાક દર્દીઓને નિરામય ભવિષ્યની સંવેદના સહ ગરિમા મહોત્સવ‌ કોઈ એક‌ જ્ઞાતિ સમૂહનો‌ નહીં સમગ્ર કચ્છ ગરવી ગુજરાતનો બની રહેશે એ હકીકત‌ છે... આ મહાન કાર્યના દાનવીર દાતાશ્રીઓના સમર્પણની વાત હવે‌ પછી..... સવારે 8:30 ચોવીસીના હજારો માતપિતાને સંતાનોની વંદના સમર્પિત‌ થવા સાથે સૌને શુભેચ્છા ...આવો દીયા જલાંયે....