वासुदेवना वचने : દુકાળના કપરાકાળને પાર કરવા કચ્છમાં સામુહિક ચેતના પરાકાષ્ટાએ...

inCollage_20190114_175700560-1152x1152-14

वासुदेवना वचने : દુકાળના કપરાકાળને પાર કરવા કચ્છમાં સામુહિક ચેતના પરાકાષ્ટાએ...

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતી ભારત ..............યુધ્ધના લબકારા વચ્ચે ગવાયેલ આ શ્લોકમાં શ્રી કૃષ્ણ કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ત્યારે હું कोईपण स्वरूपे प्रगट थाउं છું...શાસ્ત્રોક્ત વકતાઓ આ શ્લોકનો વિદ્વત્તાપૂર્ણ અર્થ કરતા રહે છે પણ એક સામાન્ય પત્રકાર રિપોર્ટર સમાચારમાં આ શ્લોક વાપરે એ કેવું ? હા.. જગતગુરુ કૃષ્ણના મુખે અપાયેલું આ વચન આજે સમગ્ર કચ્છમાં દુકાળના કપરાકાળમાં અદૃશ્ય રીતે પળાઈ રહ્યું છે.. નાનામાં નાની વ્યક્તિથી મોટી મોટી સંસ્થાઓ સમય સમજીને ગૌધનને બચાવવા સ્વયંભૂ જાગૃત થયા છે લગ્નના ચાંદલાથી લઈ નાના બાળકો જન્મદિવસ ની રકમ ગાયને બચાવવા આપી રહ્યા છે. કથાઓના માધ્યમે આ કાર્ય સૌથી વધુ તીવ્રતાથી થઈ રહ્યું છે. સમય સૌને એક કરી દીધા છે થોડા સંવેદનસભર થઈ અનુભવ કરીએ તો હિન્દુઓના હૃદયમાં ગાયને માતા તરીકે સ્નેહ કરવાના વવાયેલા સં સ્કારનો પ્રતિઘોષ અનુભવાઈ રહ્યો છે. સંતોની ભૂમિકા અસરકારક‌ બની છે. ગુજરાત સરકારે સમયસર અછત જાહેર કરી છે પણ આજે કચ્છના અંતરિયાળ ગામોની મુલાકાત લેતાં ઠેર ઠેર સંસ્થાઓ અને વ્યક્તિગત દાતારોએ આદરેલો યજ્ઞ અખંડ હોવાનો અનુભવ થાય છે.. મોટાભાગનું પશુધન બિનહિન્દુ સમુદાયના હાથમાં છે એ કડવી વાસ્તવિકતા વચ્ચે હિન્દુઓએ ઉદાર મને આ કાર્ય ઉપાડી લીધું છે. ચોવીસીની વાત કરીએ તો કચ્છની એવી કોઈ ગૌશાળા કે પાંજરાપોળ નહિં હોય કે જ્યાં કણબીઓના દાન ન નોંધાયા હોય..દેશ વિદેશમાં ચિંતા છે ઝોળી ફરી રહી છે અને છલકાઈ રહી છે. કોડાય સ્વામિનારાયણ ગુરુકૂળમાં દાતારોએ ગાય માતાની દીલથી સેવા કરી તો સુખપર ગામમાં ચાલતી ગૌસેવા કથામાં લાખોના દાન અપાઈ રહ્યા છે અને જાણે એક એક પરિવારે દુ:ખના સમયમાં સાથ આપવાનું નક્કી કરી લીધું હોય એવો માહોલ બંધાયો છે 58 લાખનું દાન સુખપર ગામે નોંધાવ્યું છે. તો શ્રી હરિતપોવન સ્વામિનારાયણ ગુરુકુળ રામપર વેકરાએ 300 જેટલા ગૌવંશનો નિભાવ શરૂ કર્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરની પ્રેરણાથી સાંખ્યયોગી બહેનો પણ સક્રિય છે તો થોડા દિવસ પહેલાં નારાણપર ગામના નંદી ગ્રુપે ગામમાં રખડતા પશુઓને એકત્ર કરી નિરણ કેન્દ્ર આરંભ્યું છે.. દરેક વ્યક્તિને એમ થાય છે આપણી ફરજ છે વરસાદ આવે ત્યાં સુધી સેવાની તૈયારી કરી લેવાઈ છે ખેડૂતો લીલોચારો વાવી રહ્યા છે વિદેશવાસી વર્ગ દાન આપી રહ્યા છે એ ખરું પણ આ વખતે સ્થાનિક નાગરિકો પણ એટલી જ તત્પરતાથી સેવા કરે છે સંતવાણીના માધ્યમે પણ પ્રયાસ થયા છે...21 લાખની માનવવસ્તીની ચેતના એક બની છે ત્યારે એ શ્લોકનો અર્થ એ થાય કે કૃષ્ણે ગાયેલ શબ્દોની ચેતના પ્રગટ થઈ છે....શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર શાળાના રજતજ્યંતિ પ્રસંગે લાખોની ગૌસેવા સમગ્ર કચ્છ માં થઈ રહી છે અવાડા બનાવાઈ રહ્યા છે....આ જાગૃતિ સહેજે નથી ભગવાનના વચનોનું પ્રત્યક્ષીકરણ છે વાસુદેવની આ નિરાકાર રક્ષા છે સુરક્ષા છે....