આવ ધૂતારા મને છેતર ; (ભાગ 2) દવાખાનાઓમાં દલાલો દર્દીને છેતરવા કેવો ખેલ ખેલે છે ? કોણ જવાબદાર

20190821_102448-19

આવ ધૂતારા મને છેતર ; (ભાગ 2) દવાખાનાઓમાં દલાલો દર્દીને છેતરવા કેવો ખેલ ખેલે છે ? કોણ જવાબદાર

મૂળ માધાપરના ઓલ્ધામ રહેતા એક વ્યક્તિએ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના કાર્યકરોને કહ્યું ; ભાઈ અમદાવાદની હોસ્પિટલમાં 8 લાખ બીલ થઈ ગયું .. સસરાની તબિયત સુધરતી નથી ડોકટર રજા આપતા નથી આવું કેટલો સમય ચાલશે .. બાપા 87 વર્ષના હતા જાણ્યું બાયપાસ કર્યું છે રિકવરી ન આવી..સમાજે કહ્યું; ત્યારે હોસ્પિટલે માંડ રજા આપી.. માનકૂવા આવ્યા પછી ત્રીજા દિવસે અવસાન થયું.... માંડવી નાગલપરના એક વિધવાને હૃદયનો વાલ્વ બદલવાનો હતો.. મેડિકલની કહેવાતી "સેવા" કરતા એક વચેટીઆએ ખાસ હોસ્પિટલમાં જવા કહ્યું , ચાર લાખના ચક્કરમાં ફસાયા પછી ખબર પડી આ સર્જરી અમદાવાદની નારાયણા હોસ્પિટલ મા કાર્ડ કે આયુષ્યમાન યોજના હેઠળ સરકારી ખર્ચે કરી આપે છે ...આરોગ્ય ક્ષેત્રે જાણીતા ડોકટર સિવાય ઘણા બીજા સારા વ્યાજબી વિકલ્પ ઉપલબ્ધ છે પણ માહિતીના અભાવે દર્દીઓ "મેડિકલ દલાલી " નો ભોગ બની રહ્યા છે અમુક હોસ્પિટલ તો રિફર કે ભલામણ કરનારને રિટર્ન ચેક આપતા જણાયા છે. દિવાળી ગિફ્ટો તો જૂદી... કેન્સર, કીડની, કાર્ડિયાક વિભાગો એવા છે જ્યાં ખર્ચની મર્યાદા બાંધવી મુશ્કેલ છે તેમાય કેન્સરના દરદમાં તો 12 લાખથી 35/40 લાખના પેકેજ અપાય છે મોટા સેન્ટરોમાં અબજોના ખર્ચે મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો છે તેના તોતિંગ ખર્ચા અંતે તો દર્દીના ખીસ્સાંના ભોગે જ હોય છે સામાન્ય મેડિકલ સ્ટોરથી લઈ વિઝિટીંગ અને દલાલો સુધી જાળ‌ બિછાવાયેલી છે અભિમન્યુના ચક્રવ્યુહ જેવા આ કોઠા પાર પાડવા નવાસવા માટે અશક્ય‌ છે મેડિકલ જેવા પાવન ક્ષેત્રેનો વ્યવસાયવાદ માનવતાવાદ પર ભારે પડી રહ્યો છે. કાઉન્ટર પર જ્યાં સુધી માલ ન પહોંચે ત્યાં સુધી હાથ ન અડતા દવાખાના ભારત જેવા મધ્યમવર્ગીય સમાજજીવનમાં રોષ અને અવિશ્વાસનું કારણ બન્યા છે. આરોગ્યની અસુરક્ષાએ મુડીવાદ, અંધશ્રધ્ધા અને ભાગ્યવાદને પોષ્યો છે. તેમાય દલાલોની ઘુસણખોરી અસહ્ય બની છે આ સંદર્ભે અમદાવાદના તબીબોથી વાત કરતાં તેંમણે સ્પષ્ટ ભાષામાં કહ્યું દર્દીઓ જેટલા સીધા અમારી પાસે આવશે એ તેમના માટે ફાયદાકારક સાબિત થશે. પણ કમનસીબે ભારત ભલામણનો દેશ છે દરદીને હંમેશા અસુરક્ષા અનુભવાય છે કે કોઈએ ભલામણ નથી કરી એટલે દવા સારી થાશે કે નહીં.. વાસ્તવમાં ભલામણ કે ઓળખાણની કોઈ જ જરૂર નથી અંતે તો બધું દરદી અને તેમના સગાઓ ઉપર જ ભારે હોય છે... તમે અક્ષયકુમારની પેલી મુવી જોઈ હશે જેમાં મરેલાની સારવારની વાત છે બિનજરૂરી દવાઓ લખવી અને મેડિકલ સ્ટોરમાં પરત આપી‌ કમિશનના નામે કરોડો‌ કમાવી લેવાના તરકટ થતા આપણે સાંભળ્યા છે ડોકટર દ્વારા લખાતા નિદાનો‌ કે લેબોરેટરીઓમાં કેવી ભાગબટાઈ ચાલે છે એ અછાનું નથી..પ્રસિધ્ધ જગ્યાએથી આગળના દિવસનું કે ચાર કલાક પહેલાંનું એમ.આર.આઈ. કે સોનોગ્રાફી કે લેબોરેટરી હાથમાં હોવા છતાં ખાસ જગ્યાએ ફરીથી કરાવવાનું પ્રિક્રિપ્શન લખવા પાછળ મેડિક્લનો ક્યો સિધ્ધાંત કામ કરતો હશે એ તો લખનાર જ જાણે..!! આપણે આમીરખાનના સત્યમેવ જયતે ટી.વી. શોમાં ઘણુંબધું જોયું હતું.. વચેટીયાઓથી મુક્ત સારવાર માટે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ જાગૃત છે કોઈપણ દલાલોને એમ.એમ.પી‌.જે.હોસ્પિટલમાં ડોકટર કે દરદીને સીધા મળવા દેવા પર મનાઈ છે. એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ જાગૃત છે અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા અને મંત્રી કેશરાભાઈ પિંડોરીયા કહે છે અમે દરદીના હિત માટે જરાય ઢીલું મુકવાના નથી. રાત્રે બાર - એક વાગ્યે સરપ્રાઈઝ વિઝિટ લેવાય છે તો ક્યારેક સવારે ત્રણથી પાંચના અરસામાં નિરીક્ષણ કરાય છે. સારવાર ક્ષેત્રે તમામ દૂષણને ડામવા સમાજ કૃતનિશ્ચયી છે સંસ્થા દર્દીઓની સેવા માટે છે કોઈના મેવા માટે નહીં..વધુ માર્ગદર્શન માટે એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના મંત્રી કેશરાભાઈ પિંડોરીયા અને યુવકસંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયાનો સંપર્ક કરી શકાશે. @ જનહિતમાં