ઈન્ડિયા ગાર્ડન : યુ.કે. કોમ્યુનિટી નું સ્વપ્ન સાકાર, પ્રોજેક્ટ ને મંજૂરી....

inCollage_20181123_184714032-2

ઈન્ડિયા ગાર્ડન : યુ.કે. કોમ્યુનિટી નું સ્વપ્ન સાકાર, પ્રોજેક્ટ ને મંજૂરી....

કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે. ના અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આખરે ઈલિંગ કાઉન્સિલે મંજૂરીની મ્હોર મારી દીધી છે. 1972 યુ.કે. કોમ્યુનિટી ની સ્થાપના, હેન્ડન હોલ અને 1996 નોર્થહોલ્ટના વિકાસક્રમમાં સૌથી મોટો અને ઈતિહાસ સર્જક આ પ્રોજેક્ટ મંજૂર થતાં બ્રિટન વસતા કણબી ભાઈઓના ઉજ્જ્વળ ભવિષ્યની દિશા ખૂલ્લી છે. આ સબબ જાહેરાત કરતાં યુ.કે. કોમ્યુનિટી ના અધ્યક્ષ માવજીભાઈ ધનજી વેકરીયાએ જણાવ્યું છે કે 116 કરોડ રૂપિયા અંદાજે 12 મિલિયન પાઉન્ડ ના આ વિશાળ પ્રોજેક્ટ થી જ્ઞાતિને ખાસ કરીને યુ.કે.‌વસવાટ કરનારને મોટો લાભ થશે. કોમ્યુનિટી એ દેશ‌વિદેશ વાસી જ્ઞાતિના દાનેશ્વરી દાતાશ્રીઓને સહકાર માટે અપિલ‌ કરી છે. તો સાથે યુ.કે. વસતા લેવા પટેલ સૌને હાર્દિક અપિલ‌ કરી છે કે કામ‌ ખૂબ‌ મોટું‌ છે એક એક વ્યક્તિ ફૂલ આપે ફૂલ ન આપી શકે એ પાંખડી તો જરૂર આપે..પણ એકેય વ્યક્તિ બાકી ન રહી જાય...ઘર ઘર માંથી સાથ‌ જોઈશે...લંડન વસનાર જ્ઞાતિજનો ના જનરેશન આ સુવિધાનો‌ ઉપયોગ કરશે..સમય શક્તિ અને નાંણાનો‌ બચાવ થશે...ઈન્ડિયા ગાર્ડન ભારતદેશનું સ્વાભિમાનનું પ્રતિક બનશે....દેશમાંથી બ્રિટન આવનાર પ્રવાસીઓ ખાસ મુલાકાત લઈ પુરુષાર્થ ના ઓવારણા લેશે..અને કચ્છ ચોવીસીનું ગૌરવ કરશે... બે હોલ,વિશાળ કિચન,રેસ્ટોરાં,ઈન્ડોર અને આઉટ ડોર મેદાન, બેસવા માટે જગ્યા, જીમ લગ્ન હોલ સભાખંડ સહિત કિડ્ઝ્ ઝોન પાર્કિંગ સાથે અન્ય ઘણું બધું આ પ્રોજેક્ટ માં સમાવિષ્ટ છે..