ગરિમા મહોત્સવ : ગામોગામ સાઈકલથી આમંત્રણ

20181124_075949-502x259-3-3

ગરિમા મહોત્સવ : ગામોગામ સાઈકલથી આમંત્રણ

આગામી ડિસેમ્બર કચ્છી લેવા પટેલ સમાજના મહોત્સવનું ચોવીસીના ગામોગામ સાઈકલથી જઈ આમંત્રણ આપવામાં આવશે.... માધાપરથી સવારે રવાના થઈ આખી ચોવીસી સાઈકલથી ગામોગામ પત્રિકા અપાશે. આ આયોજનમાં જોડાવવા માંગતા જ્ઞાતિજનોએ 02832 231177 પર નામ નોંધાવવા વિનંતી જેથી આયોજન કરી શકાય..અંદાજે 90 કી.મી.નો ચોવીસી રૂટ જૂદી જૂદી રીતે કાપી શકાશે...જેમ કે માધાપરથી મુખ્ય ટીમ રવાના થાય અને જે ગામ પહોંચે એ ગામના યુવક યુવતી કે વડિલો ત્યાંથી જોડાય એટલે જે સાઈકલ ન ચલાવતા હોય એ લોકો પણ થોડીવાર જોડાઈ શકે...ચોવીસીના ગામોગામના સમાજો તથા ભુજ સમાજની ત્રણેય પાંખોના કારોબારી સભ્યોને પણ હાર્દિક વિનંતી છે કે જેટલીવાર ચલાવી શકો ...આ અભિયાનમાં જોડાવ...1965 માં કચ્છી લેવા પટેલ સમાજ ભુજની સ્થાપના બેઠકમાં અનેક મુશ્કેલી‌ વચ્ચે વેકરાના ધનજીભાઈ ભંડેરી સાઈકલથી ઘરોઘર આમંત્રણ આપવા ફર્યા હતા...આ વિરલ ક્ષણની સગૌરવ સમાનુભૂતિ કરવા આપણે સૌ આ વિશિષ્ટ આયોજનમાં સામેલ થઈએ...વધુ વિગત માટે 02832 231177 નો‌ સંપર્ક કરવો માંડવી વિસ્તારના જ્ઞાતિબંધુઓ માટે પણ ચારકાંધાના ગામોગામ પત્રિકા માટે માંડવી સમાજના યુવાનો સાથે પહોંચવાનું આયોજન કરાશે....