રમતગમતમાં સમાજની દીકરીઓએ અપાવી અહમ સફળતા:: પાંચ લાખનું ઈનામ

IMG-20181012-WA0075-10

રમતગમતમાં સમાજની દીકરીઓએ અપાવી અહમ સફળતા:: પાંચ લાખનું ઈનામ

કચ્છી લેવા પટેલ સમાજને કન્યાઓએ વધુ એક વખત ગૌરવ અપાવ્યું છે. ભુજ સમાજની કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર શાળા એ લીગ કબ્બડી માં પ્રથમ રહી ઉત્કૃષ્ટ પ્રદર્નશ કરતાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા રાજયના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રીશ્રીના હસ્તે વડોદરા ખાતે એક કાર્યક્રમમાં પાંચ લાખ રૂપિયાઓ ચેક ઈનામ‌ પ્રોત્સાહન રૂપે અર્પણ કર્યો હતો. સંસ્થા વતી રાબડીયા જાગૃતિ દેવજી, કેરાઈ અંકિતા રામજી, કોચ મીના વરસાણી અને આચાર્યા લોપાબેન મહેતાએ ચેક સ્વિકાર્યો હતો. સફળતા બદલ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ ત્રણેય પાંખો વતી અભિનંદન આપ્યા હતા. ગ્રામ્ય પરિવેશની કન્યાઓએ રાજ્યકક્ષાનો તખ્તો ગજવી સમગ્ર રાજ્યમાં શાળાકિય હરિફાઈઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરતાં દિકરીઓને ભવિષ્યની પ્રેરણા પ્રાપ્ત થઈ હોવાની લાગણી વ્યક્ત થઈ હતી.