અમદાવાદમાં પટેલ પાવર છવાયો......સૌના સરદાર...

20181031_090758-11

અમદાવાદમાં પટેલ પાવર છવાયો......સૌના સરદાર...

સરદાર પટેલની 143 મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર ગુજરાતભરના હજારો લેવા કડવા પટેલ યુવક યુવતીઓ રમતગમતના માધ્યમે એક્ત્ર થતાં ફરી એકવખત અમદાવાદ પટેલ પાવર અનુભવી રહ્યો‌ છે.. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી... સરદારધામ આયોજિત આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લો પણ ભાગ લઈ રહ્યો છે. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના દિકરા દિકરીઓ જોડાયા છે..રાજ્ય સરકારે યુનિવર્સિટી મેદાનને સરદાર પટેલ ગ્રાઉન્ડ નામ આપ્યું હતું... સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના લોખંડી શબ્દો સાકાર કરવા આહ્વાન કરતાં સરદારધામના પ્રમુખે સૌને આવકાર્યા હતા... તો ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી પંડ્યાએ પટેલ સમાજને સૌથી જાગૃત સમાજ ગણાવ્યો હતો.. અમદાવાદ ઝોનના પાર્થ પટેલે પ્રતિજ્ઞાનું વાચન કર્યું હતું. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના માન. મત્રીશ્રી કેશરાભાઈ રવજી પિંડોરીયા ધ્વજારોહણમાં જોડાયા હતા. રાજ્યના તમામ જિલ્લાના પાટીદાર ઓલ્મ્પિયાડમાં જોડાયા છે.. સમગ્ર મેદાનને ધજા પતાકાથી સજાવાયું છે તો સરદાર જ્યોત પ્રજ્વ્વલિત કરાઈ હતી. મેદાન વચ્ચે સરદાર પટેલના બેનર મુકાયા છે.. જય સરદાર ..ના નારાથી અમદાવાદનો આ વિસ્તાર ગાજી ઉઠ્યો છે.. 800 મીટર દોડથી રમત ગમત હરિફાઈથી સ્પર્ધાઓ શરૂ કરાઈ હતી.. કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વતી યુવક સંઘ મંત્રી વસંત પટેલ, કેરા - કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટના મંત્રી દેવેન્દ્રભાઈ વાઘજીયાણી પણ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હાજર છે.. ભુજ સમાજ પ્રમુખ હરીભાઈ હાલાઈ, એજ્યુકેશન પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા વતી કેશરાભાઈ પિંડોરીયાએ શુભેચ્છા આપી હતી....વધુ વિગત હવે પછીની પોષ્ટમાં......