આજમેં આગે જમાના હૈ પીછે.......પાટીદાર આકાશમાં ભુજ સમાજની તારિકાઓ......

inCollage_20181031_110042255-12

આજમેં આગે જમાના હૈ પીછે.......પાટીદાર આકાશમાં ભુજ સમાજની તારિકાઓ......

800 મીટર દોડમાં પ્રથમ પ્રિયંકા હિરાણી 2 મીનિટ 58 સેકન્ડ 88 માઈક્રો સેકન્ડ દ્વિતિય ન્યૂસી હિરાણી 3. 04: 97 વિજેતા થઈ કચ્છી લેવા પટેલ સમાજ ભુજનું ગૌરવ વધાર્યું હતું. ભારે સ્પર્ધાત્મક માહોલ અને ગુજરાતભરના પટેલ ( લેઉવા- કડવા ) મોટી સંખ્યામાં હાજરી વચ્ચે હાઈ પ્રોફાઈલ હરીફાઈમાં સૂકા પ્રદેશ કચ્છ ની કણબી દીકરીઓએ પટેલ પાણી બતાવતાં ગુજરાતભરના સ્પર્ધકોએ શાબાશી આપી હતી... અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાન કે જેને આજે જ સરદાર પટેલનું નામકરણ અપાયું તે સ્થળે આ લોખંડી સંકલ્પ સાથે ટ્રેક ઉપર ઉતરેલી લેવા પટેલ દીકરીઓએ ચોવીસીનું નામ પાટીદાર આકાશમાં લખી દીધું હતું... સુવર્ણ અને રજત ચંન્દ્રકો સ્વીકારતાં બન્ને દીકરીઓની આંખમાં હર્ષાશ્રુ હતા..તો હજારો હાથ તાડીઓમાં રૂપાંતરિત થઈ ગયા હતા. સરદારધામના આગેવાનોએ ચંન્દ્રકો અર્પણ‌ કર્યા હતા. ત્રીજા નંબરે કીયાબેન પટેલ અમદાવાદ રહ્યા હતા. આ ઉપરાંત પુરુષ વિભાગમાં રૂપેશ હિરાણી 800 મીટર દોડ ત્રીજા ક્રમે રહ્યા હતા. હજી વ્યક્તિગત અને સાંઘીય રમતો ચાલુ છે. વિજેતા ટ્રેક પર અન્ય મહેમાનો સાથે કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજના મંત્રી કેશરાભાઈ રવજી પિંડોરીયાએ પણ ચંદ્રકો અર્પણ કર્યા હતા. અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ ભુજ સમાજ વતી સરદારધામ પાટીદાર ઓલ્મ્પિયાડના જનરલ વિજેતાને 11000/- રુપિયાનું પ્રોત્સાહન જાહેર કર્યું હતું જેની નોંધ લેવાઈ હતી. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો સુરત લેઉવા પટેલ મોભીઓ સહિતના આગેવાનો‌ ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું સાંજે પાંચ કલાકે તમામ વિજેતાઓને સરદાર ધામ ખાતે જાહેર અને જાજરમાન કાર્યક્રમમાં સન્માનવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ હતી... રાજ્યકક્ષાના ઓલ્મ્પિયાડમાં કચ્છ સમાજે દાખવેલા કૌવતને પ્રમુખ હરિભાઈ‌ હાલાઈ, અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસીયા અને યુવક સંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયા સહિત સમાજની ત્રણેય પાંખોએ અભિનંદન આપ્યા હતા. લાંબી કૂદમાં પ્રથમ વિજેતા સુમિતા નવિન ભુડિયા 7.56 , ત્રીજે નેહા અર્જુન વાલાણી 5.80 જીત મેળવી હતી... ભુજ સમાજની વેબ સાઈડના માધ્યમે દેશ વિદેશવાસી જ્ઞાતિજનોએ આ પ્રતિષ્ઠિત સપર્ધાના પરીણામો જાણી ગૌરવ પ્રગટ કર્યું હતું. યુ.કે સમાજના પ્રમુખ માવજીભાઈ ધનજી વેકરીયા, નાઈરોબી લેવા પટેલ સમાજ પ્રમુખ ભીમજીભાઈ હાલાઈ, મોમ્બાસા સમાજ પ્રમુખ ધનજીભાઈ પિંડોરીયા, ભુજ સમાજના શ્રેષ્ઠી અને રમતગમત પ્રોત્સાહક મુળજીભાઈ પિંડોરીયાએ લંડનથી દુરવાણી પર ભાગ લેનાર સૌને શાબાશી આપી હતી.. ઓલ્મ્પિયાડમાં ભાગ લેવા આવેલ ગ્રુપનું સંકલન મંત્રી કેશરાભાઈ પિંડોરીયા કરી રહ્યા છે... વિજેતા ખેલાડીઓએ સકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા....તાજા પરીણામો જાણવા માટે હવે પછીની પોષ્ટનો ઈંતજાર કરો.....