ત્રીજા ભાગની સ્પર્ધાઓ જીતી કચ્છ ઝોનનો સપાટો....એક રૂપિયા ફી માં સનદી અધિકારી....

20181031_143150-1508x759-13

ત્રીજા ભાગની સ્પર્ધાઓ જીતી કચ્છ ઝોનનો સપાટો....એક રૂપિયા ફી માં સનદી અધિકારી....

વીર વલ્લભ તને વિનવું શિરે નમું સરદાર, આઝાદી આપી ગયો એ કણબીનો કુમાર. અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમના જન્મદિવસે શત કોટી નમન... અમદાવાદ ખાતે ચાલી રહેલા અખિલ રાજ્ય પાટીદાર ઓલ્મ્પિયાડમાં કચ્છ ઝોને ત્રીજા ભાગની રમતો જીતી‌ લઈ સપાટો બોલાવી દીધો‌ છે. આ લખાય છે ત્યારે બપોરની વિશ્રાંતી‌ છે અને સ્પર્ધાનો‌ અંતિમ રાઉન્ડ રમાવાનો બાકી છે. ગુજરાત યુનિવર્સિટીના મેદાન પર આજે સવારે સરદારધામ આયોજિત સ્પર્ધાઓ જૂદા જૂદા આઠ ઝોનમાં શરૂ થઈ હતી. આરંભથી જ કચ્છ ઝોન છવાયેલું રહ્યું હતું. 100 મીટર , 800 મીટર દોડ, કૂદ, ટગ ઓફ્ વોર ( રસ્સા ખેંચ ) હરિફાઈઓ જેમ જેમ આગળ વધતી રહી તેમ તેમ ક્યારેક કાંસ્ય, ક્યારેક રજત તો અમુકમાં સુવર્ણ જીતની જાહેરાત થવા લાગી હતી. કચ્છ ઝોનમાં કડવા લેવા બન્ને ફીરકા બઢત પ્રાપ્ત કરી રહ્યા હતા. બપોરે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું. સૌથી વધુ સુવર્ણ ચંદ્રક સુરત ઝોનના ફાળે ગયા હતા. 1 રૂપિયામાં કલેકટર...પોલિસ વડા કલાસ 1 અધિકારી .... આજના અવસરે સરદારધામે પાટીદાર દીકરીઓ માટે સનદી પરીક્ષા માટેની તાલીમ ફકત 1 રૂપિયો ફિ માં આપવા અતિ મહત્વાકાંક્ષી જાહેરાત કરી હતી. મહિલાઓના ખૂલ્લા વિભાગમાં માધાપરની બહેનોએ રસ્સા ખેંચમાં રાજ્યમાં પ્રથમ જ્યારે પુરુષો ની અતીમ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિજેતા ટીમને સંયુકત ચંદ્રક અને વ્યક્તિગત પ્રમાણપત્રો અપાયા હતા. કચ્છઝોનની સફળતાને અભિનંદતાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ના પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરીયાએ આયોજનને સફળ ગણાવ્યું હતું. ટ્રસ્ટ મંડળની પીઠ થાબડતા તેના જ શબ્દો.." ખૂબ ખૂબ અભિનંદન વિજેતાઓને અને ખેલાડીને માર્ગદર્શન પૂરુ પાડનાર ટ્રસ્ટી ગણને જેના થકી સરદારધામ સુધી રમતવીરો પહોંચી શક્યા.