સરદાર ઓલ્મ્પિયાડમાં કચ્છ જનરલ‌ ચેમ્પિયન ....શિલ્ડ રોકડથી સન્માન

20181031_222639-14

સરદાર ઓલ્મ્પિયાડમાં કચ્છ જનરલ‌ ચેમ્પિયન ....શિલ્ડ રોકડથી સન્માન

અમદાવાદ ખાતે સરદાર ઓલ્મ્પિયાડમાં કચ્છ ઝોન જનરલ ચેમ્પિયન થયું હતું.81 પોઇન્ટ સાથે સૌથી વધુ ચંદ્રક કચ્છના ફાળે આવ્યા હતા. સરદારધામ ખાતે સમાપન સમારોહમાં ખેલાડીઓના દબદબાભેર સન્માન કરાયા હતા. જેમાં જનરલ ચેમ્પિયન કચ્છ ને શિલ્ડ રોકડ ઈનામો જાહેર કરાયા હતા. વાગડ લેઉવા પટેલ દાતા કાનજી કરમશી પટ્ટણીએ નવી મુંબઈમાં એરપોર્ટ નજીક બનનારા સરદારધામ માટે અંદાજે 32 કરોડની ભૂમિ દાન જાહેર કરી હતી. અમદાવાદમાં સરદારધામના નવા સંકુલ‌ માટે . 51-51 અને 25-25 લાખ રૂપિયાના સંખ્યાબંધ દાન જાહેર થયાં હતાં. આગેવાનોના હાથેથી જનરલ ચેમ્પિયન કચ્છ ઝોનનું વિશેષ સન્માન કર્યું હતું. ભુજ સમાજ‌ વતી ટ્રસ્ટ મંત્રી કેશરાભાઈ પિંડોરીયા, યુવક સંઘ મંત્રી વસંત પટેલ અને ગામ પ્રતિનિધિ દેવેન્દ્રભાઈ વાગજીયાણી કચ્છ ની ટીમો સાથે રહી‌ સંકલન‌ કર્યું હતું..કચ્છની‌ વિશેષ સફળતા માટે ભુજ સમાજ પ્રમુખ હરિભાઈ‌ કેશરા હાલાઈ , કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા તેમજ કચ્છ કડવા પાટીદાર મોભીઓ‌ દ્વારા અભિનંદન અપાયા હતા.