અમે રંગોના ટેરવેં લીપ્યું આકાશ....સમાજના દીકરા દીકરીઓએ રંગોળીઓની દુનિયા સર્જી...

inCollage_20181102_173956939-15

અમે રંગોના ટેરવેં લીપ્યું આકાશ....સમાજના દીકરા દીકરીઓએ રંગોળીઓની દુનિયા સર્જી...

નાના નાના ટેરવાંથી રચશું અમે સંસાર, રંગ ખૂશીના રંગ આશાના રંગશુ અમે આકાશ અમે છીએ લેવા પટેલ સમાજના બાળ.....આજે તા.2/11 ના કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ સંકુલ ભુજના પ્રાંગણમાં માતૃશ્રી આર.ડી.વરસાણી કુમાર વિદ્યાલય અને કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓએ કલાત્મ રંગોળીઓની દુનિયા સર્જી સમાજના એક એક વ્યક્તિના જીવનમાં હસી, ખૂશી, આશા અરમાનોના રંગ ભરી દઈ દીપાવલિ અને નૂતન વર્ષ ની આગોતરી ઉજવણી કરી હતી.... હજારો ટેરવાં માંથી નિતરતા રંગોએ ક્યાંક બેટી બચાઓની વાત મુકી હતી તો ક્યાંક સરહદે સૈનિકોના શૌર્યને રક્ત ટપકતી સો સો જોડી સમરાંગણથી આવે.....નો કસૂંબલ રંગ ભર્યો હતો..નેત્રરક્ષાનો સંદેશ આપતી મસમોટી રંગોળીએ તો જોનારને અચંબિત કરી દે તેવી છે તો વ્યસન મુકત સમાજનો બોધ આપાયો‌ છે..કિશોર કલ્પનાને આકાર આપતી આ રંગોળીઓમાં આવતીકાલના સમાજની ઝાંય સાફ દેખાય છે... સમાજની આવતીકાલ‌ સંભાળનાર ફૌજ તૈયાર પણ છે અને તૈનાત પણ...રાષ્ટ્ર ભક્તિની વાત આ રજૂઆત માં છે ...શાળાના આચાર્યા લક્ષ્મીબેન પિંડોરીયા અને કન્યા સંસ્કારના ગૃહમાતા ખૂશ્બૂ શિયાળવાલા, આચાર્યા લોપાબેન મહેતા તથા ચિત્રશિક્ષકોએ કૌશલ્ય ખિલવવા માવજત લીધી છે. આ પ્રદર્શન સમાજના હોલ તથા ક્ન્યા સંસ્કારધામ પરિસરમાં જ્ઞાતિજનો, વાલી‌જનો‌ માટે પાંચ દિવસ ખૂલ્લું છે... પધારજો....નૂતન વષાભિનંદન...દિપાવલીની રિધ્ધિ સિધ્ધિના રંગભીની શુભેચ્છાઓ.....