ચોવીસી ગામોના દિપાવલી સ્નેહમિલનની તારીખો જાહેર....કચ્છી લેવા પટેલ સમાજ ભુજનું મિલન તા.11/11/2018

20181106_203904-481x489-17

ચોવીસી ગામોના દિપાવલી સ્નેહમિલનની તારીખો જાહેર....કચ્છી લેવા પટેલ સમાજ ભુજનું મિલન તા.11/11/2018

શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજનું મધ્યસ્થ દિપાવલી સ્નેહમિલન‌ તા. 11/11 રવિવાર સવારે 8 વાગ્યાથી વિચેશ્વર મહાદેવ માનકૂવા ખાતે યોજાનાર છે જ્યારે માંડવી લેવા પટેલ સમાજનું મિલન તા.10/11 ના સાંજે માંડવી સમાજ ખાતે યોજાનાર છે. એ ઉપરાંત ગામોગામના સ્નેહ મિલનો પૈકી 17 ગામોએ જાહેર કરેલી તારીખો અને સમય ઉપર આપેલ‌ પત્રક મુજબ છે. ચોવીસીમાં દીવાળી અને નૂતન વર્ષના મિલનો યોજવાની દાયકાઓની પરંપરા છે. મોટાભાગના ગામોમાં ગામના લેવા પટેલ યુવક સંઘના યુવાનો મિલન યોજે છે જ્યારે અમુક ગામોમાં જૂદા જૂદા નેજા હેઠળ સ્નેહમિલનો થાય છે પણ સૌ સાથે મળી સાંસ્કૃતિક રજૂઆતો કરે અને સરસ્વતિ સન્માન પણ અમુક ગામો સાથે યોજે છે. સ્ટેજ પર થતી રજૂઆતો મોટાભાગના ગામોમાં પરંપરા પોષક હોય છે સાંસ્કૃતિક રજૂઆતો સાંસ્કૃતિક જ હોય એવી ભુજ સમાજના મોભીઓની પરંપરા રહી છે. સૌને કચ્છી લેવા પટેલ સમાજ વેબ સાઈટ ટીમની દીપોત્સવી શુભકામનાઓ.....