Sklpsbhuj.. Download સમાજ સાથે જોડાવ.કાલથી કચ્છી લેવા પટેલ સમાજ ભુજની એપ્લિકેશન ચેનલનો‌ શુભારંભ

Image

Sklpsbhuj.. Download સમાજ સાથે જોડાવ.કાલથી કચ્છી લેવા પટેલ સમાજ ભુજની એપ્લિકેશન ચેનલનો‌ શુભારંભ

વિશ્વભરમાં ફેલાયેલા કચ્છી લેવા પટેલ સમાજ ભુજને એક એક‌ વ્યક્તિ સાથે દેશદુનિયા સાથે જોડતી વિશિષ્ટ you tube chenal અને એપ્લિકેશનનો મંગળ પ્રારંભ તા. 11/11/2018 રવિવારે દિપાવલી સંમેલન માનકૂવા વિચેશ્વર મહાદેવ ખાતે થશે.. કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈ, એજ્યુકેશન અને મેડિકલ‌ ટ્રસ્ટ ‌ પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, યુવક સંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરીયા તેમજ ત્રણેય પાંખોના સર્વે કારોબારી સભ્યોની જહેમતથી શરૂ થનાર આ માધ્યમ જ્ઞાતિજનોને સમાજીક‌ ભાવનાથી એક તાંતણે બાંધવામાં મદદરૂપ બનશે. દેશ દુનિયા ઘર બેઠા પોતાના મોબાઈલમાં અને નેટ‌ માધ્યમે ટી.વી. માં લાઈવ નિહાળી‌ શકશે. જે જ્ઞાતિજનો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે એને સમાજીક પ્રવૃત્તિઓ નું અપડેટ સમય સમય‌ ઉપર મળતું રહેશે. મોબાઈલ ઉપર એની જાણ સ્વંભૂ થતી રહેશે. વિશ્વવાસી જ્ઞાતિજનોને ઘણા લાંંબા સમયથી આ માધ્યમની જરૂર હતી. સમાજને નેટ કડીથી જોડવાના આ આધુનિક‌ પ્રયાસના માધ્યમે સમાજના નાના નાના પ્રોગ્રામ તેમજ ચોવીસીના સામાજીક‌ ભાવના પોષક કાર્યક્રમો પણ લાઈવ પ્રસારિત કરવા શક્ય બનશે. સંચાલન અને પ્રસારણ હક્ક કચ્છી લેવા પટેલ સમાજ ભુજને આધિન રહેશે... ઉપરાંત ટૂકા સમયમાં સમાજપ્રિય બનેલી વેબસાઈટનું અંગ્રેજી સંસ્કરણ પણ સ્નેહમિલન પ્રસંગે વિમોચિત થનાર છે. www.sklpsbhuj.com/live application will be download on play store : Sklpsbhuj એપ્લિકેશન સંદર્ભે કોઈ સમસ્યા હોય તો કચ્છી લેવા પટેલ સમાજ‌ ભુજ સરદાર પટેલ વિદ્યા સંકુલ ભુજ- મુન્દ્રા રોડ સંપર્ક 02832 231177 કરી શકાશે.