શિક્ષણ : ભુજ સમાજના કુમાર કન્યાઓ દક્ષિણભારતના પ્રવાસે...ભારત એક ખોજ

inCollage_20181122_211822235-20

શિક્ષણ : ભુજ સમાજના કુમાર કન્યાઓ દક્ષિણભારતના પ્રવાસે...ભારત એક ખોજ

નાની મારી આંખ તે જોતી કાંક કાંક એ તો‌ એવી અજબ જેવી વાત છે...દાયકાઓ પહેલાં ધોરણ 1 માં ભણાવાતી આ કવિતા..આજે યાદ આવે છે...મોબાઈલ ટી.વી. યુગમાં આમતો દૂર દૂરના સ્થળો જિજ્ઞાસુ છાત્રો એ જોયા હોય, સામાજીક વિજ્ઞાન વિષયમાં ભૂગોળ કે ઈતિહાસ ભણતાં પાઠ્યપુસ્તકમાં પણ ચિત્રો જોયા હોય...પણ પ્રવાસનું નામ‌ આવે કે ..ઘટમાં ઘોડા જ નહીં આકાશમાં મન ઉડવા લાગે...વર્ગના બધા ની આંગળી ઊંચી થાય..અને વર્ગના ભારેખમ‌ વાતાવરણમાં અંદરો અંદર ચર્ચાની હેલી વરસી પડે...નામ લખાય ત્યારથી પ્રસ્થાન સુધીના દિવસો ગણી ગણી પુરા થાય..કપડા,નાસ્તા,વાતો,સૂચનાઓ બધું ગોઠવાય....આ વર્ષ કચ્છી લેવા પટેલ સમાજના ધોરણ 12 ના કન્યા અને કુમાર વિદ્યાલય દક્ષિણભારતના સાંસ્કૃતક દર્શને છે..તા. 13/11/2018 થી શાળા પરિવાર અને સમાજના કાર્યવાહક સમિતિના સભ્યો સહિત 92 વ્યક્તિ ભાગ લઈ રહી છે...જીવન ઘડતરનો આ પાઠ ભણાવવા ભુજ સમાજ અને અને તેના કાર્યકર્તાઓ‌એ ઝીણવટ પૂર્વક આયોજન કર્યું છે...કેમ‌ ન હોય આ તો શૈક્ષણીક પ્રવાસ છે...આમ તો ગુજરાતમાં પણ અનેક પ્રવાસનસ્થાનો‌ છે પણ ભારત એ ભારત છે બાર ગાઉએ બોલી બદલે તરુવર બદલે શાખા ....આ દેશ પ્રકૃતિ,પરિવેશ,પરિધાન, ભાવના, ભાષા, ભવ્યતાના શિખરે બિરાજે છે..એનો અનુભવ કન્યા કુમારી નામ આવે કે તરત સ્વામી વિવેકાનંદ ના પ્રેરક શબ્દો છવાઈ જાય..રામ સેતુબંધ નામ સંભળાય તો બચપણમાં ભગવાનશ્રી રામ ..રામેશ્વરને જળાભિષેક કરતા એ ચિત્ર કે ટી.વી.ની રામાયણ માં રામ રાવણના યુધ્ધ અને વાનરસેના ના પથ્થર નાખવાના પરિશ્રમ પ્રત્યક્ષ થાય છે .. તા. 13/11/2018.. સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચ્યા...6:40 ટ્રેન હતી...ટ્રેનના પાટાનો ફૂટ ફૂટ અવાજ ...ચાય ગરમ..ભજીયા ગરમ...ઐ ઐ યો...કુળૂ પાટુ..આનુરુ....જેવા શબ્દો અને લઢળ વાળા શબ્દો ...વચ્ચે ટ્રેન 36 કલાક ચાલી..ટ્રેનમાં સ્વામિનારાયણ ભગવાનની ધૂન, નિત્ય પ્રાર્થના કિર્તન સહપ્રવાસીઓ માટે પણ તાજગી સર્જતા હતા..શું માહોલ હોય...જાણે આખે આખું ભારત આંખ સામે...આપ બેંગ્લોર કે રેલ્વેસ્ટેશન પર હૈં કૃપયા ...... 15/11/2018 વહેલી સવારે 4:30 કલાકે બેંગ્લોર પહોંચ્યા....ઊતારા લીધા..જળ પાણીએ તાજા થયા ...ડોડા ગણપતિ,નંદી વિજ્ઞાન મંદિર,લાલબાગની મુલાકાત જાણે પ્રવાસનું મંગળાચરણ થયું...લાલબાગ 95 એકરમાં ફેલાયેલો છે..બપોરના ભોજનબાદ વિશ્વેશ્વરયા ઈન્ડસ્ટ્રીઝ અને ટેક.સાયન્સની મુલાકાતે ગયા. ત્યાંથી ઈસ્કોન મંદિરે પહોંચ્યા... તા.16/11/2018 ,7:30 ટીપુ સુલતાન ફૈઈમ મૈસુરમાં લક્ષ્મી વિલાસ પેલેસ જોયો..સુંદર કોતરણી નકશીકામ આપણાં માંડવીના વિજય વિલાસની યાદ અપાવતો હતો...સાંજે મૈસુર હેન્ડલૂમ હાઉસની મુલાકાત,વૃંદાવન પાર્કની મુલાકાત લીધી...આમ તો કચ્છ હેન્ડીક્રાફટ‌ કેટલી વિશેષતાથી પ્રચૂર છે તે સમજાયું ... તા.17/11/2018 , 7:30 કલાકે ઉટી જવા નીકળ્યા...આમ તો ઉટી એટલે હીલ સ્ટેશન એવું સાંભળ્યું હતું અને ફિલ્મોમાં પણ લીલોતરી વાળા દ્રશ્યો જોયા હતા પણ આજે જે જોયું તે એ થી વિશેષ હતું..એટલે તો પ્રવાસ આવવાની જરૂર હોય છે..પ્રત્યક્ષ...જેમ કે ગત માર્ચમાં નાઈરોબી લેવા પટેલ સમાજના આમંત્રણે કેન્યાના મસાઈમારા નેશનલ પાર્કની મુલાકાતમાં અમે જે અનુભૂતિ કરી તે દૂર ટી.વી. પડદે કેમ શક્ય બને....થેન્ક ટુ ...નાઈરોબી સમાજ...જય હો...જ્ઞાતિપ્રેમ તા.18/11/2018 ચા ફેકટરી અને મ્યુઝીયમ પછી મદુરાઈ ......મદુરાઈનું મિનાક્ષી મંદિર વિખ્યાત છે..ત્યાંથી 19/11 સાંજે રામેશ્વર પહોંચ્યા 19/11 ના સવારે દર્શન કર્યા....રામસેતુ બંધની મર્કટ મનથી અનુભૂતિ માણી... બંગાળની ખાડી, અરબસાગર અને હિન્દમહાસાગરના સંગમે રોમાંચ અનુભવ્યો...21/11 ના કન્યાકુમારી દેવીની પ્રતિમાના દર્શન કર્યા...આમ તો ભારત દેશ પ્રતિમા અને પ્રતિભાઓનો દેશ છે ..સ્વામિ વિવેકાનંદ મેમોરિયલ એક તાકતવર પ્રેરણા પ્લેસ છે... 13/11 થી 23/11 ની આ અદભૂત યાત્રા યાદગાર રહી..ક્યાંક અંતાક્ષરી તો ક્યાંક પઝલ, ક્યાંક બચપણની મસ્તી તો ક્યાંક કિશોરાવસ્થાની સાહસિકતા...ભોજનનો આનંદ તો ક્યાંક બીજા કરતાં હું જાણું છું જોયું છે નો અહં સંતોષનું શાબ્દીક પ્રગટી કરણ...રસ્તા,સફાઈ,શહેરો,ગલીઓ,ખોરાક, લોકોના સ્વભાવ, પરિવહનના સાધનો અને ખાસ કરીને જલેબીના ગુંચડા આકારની દક્ષિણ ભારતીય લીપી.....જ્યાં નજર કરો ગરવી ગુજરાત સાથે સરખામણી કરવાનું મન થઈ જાય.... કાચી કેરીને અંગુર કાલા...અમે ગુજરાતી લ્હેરી લાલા....આવીએ છીએ...હો.....હજારો પાનાના પુસ્તકોમાં ન સમાય એટલી માહિતી હ્રદયમાં ભરી ને.....અમદાવાદ ભણી.....આભાર અમારા શિક્ષકોનો કે જેણે સમજણ આપી સાથ આપ્યો સાથે રહ્યા....રુણી રહેશું ભુજ સમાજનો કે જેણે પ્રત્યક્ષ અનુભવનો વર્ગખંડ આકાશ વચ્ચે ખોલી આપ્યો....અમારી સાથે રહેલા સમાજપ્રેમી કાર્યકર વડિલો કે જેણે અમને સંતાનથી વિશેષ સાચવ્યા...અમારો પ્રાણ..અમારી માત તાત જાત જે ગણો તે કચ્છી લેવા પટેલ સમાજ છે...એના પગથિયે પહોંચ્યા એટલે વિકસવા આખું ગગન મળ્યું....જય હો સમાજ...આવજો...યાદ એટલી કે ક્યારેય ન વિસરાય...પ્રવાસમાં અમે અમારા ભૂતપૂર્વ છાત્ર- છાત્રાઓને યાદમાં વાતમાં સાથે રાખ્યા એ વિશેષતા રહી.....ભારત હમેં જાન સે ભી પ્યારા...હૈ....