રખે ચૂકતા : રવિવારે લેવા પટેલ જ્ઞાતિના સ્ટોલ‌ ધારકો માટે અગત્યની બેઠક ભુજ‌ સમાજ ખાતે સવારે 9 કલાકે

20181124_054746-484x506-23

રખે ચૂકતા : રવિવારે લેવા પટેલ જ્ઞાતિના સ્ટોલ‌ ધારકો માટે અગત્યની બેઠક ભુજ‌ સમાજ ખાતે સવારે 9 કલાકે

ઉદ્યોગ ધંધા ખાણી પીણી તેમજ‌ વ્યવસાયને લગતા સ્ટોલ‌ માટે આગામી ડિસેમ્બરના ઉત્સવ અનુલક્ષીને એક અગત્યની આયોજન બેઠક તા. 25/11/2018 રવિવાર સવારે 9 વાગ્યાથી રખાઈ છે...સમગ્ર ચોવીસીના કણબી જ્ઞાતિબંધુ સ્ટોલ ઈચ્છૂકોને પધારવા અનુરોધ સહ વિનંતી છે ઉત્સવ દરમ્યાન ખાણી પીણીના સ્ટોલ પણ ફાળવવામાં આવશે...ખાણીપીણીની વસ્તુ બનાવનાર બહેનો‌ને ખાસ આમંત્રણ‌ છે. આ સ્ટોલ પર તમે તમારા ઉત્પાદન વેચી શકશો...કમાઈ‌ શકશો..બજાર બનાવી‌ શકશો...સમાજ તમને મંચ પૂરો પાડશે..... વ્યવસાય ઉત્કર્ષ મેળામાં સ્ટોલ બૂકીંગ સંદર્ભે પણ આ બેઠક છે એટલે નાના મોટા વ્યવસાય, સેવા ક્ષેત્ર, ઉત્પાદન કે વેચાણ કૃષિ, બેંકિંગ,રોકાણ, પાણી, શિક્ષણ આરોગ્ય, કપડાં હાર્ડવેર ખાણી પીણી સહિત દરેકે દરેક ક્ષેત્રના વેપાર ધંધાના સ્ટોલ માટે આપે આ બેઠકમાં પધારવું અનિવાર્ય છે....વધુમાં વધુ આ મેસેજ ફેલાવો અને સમાજ સેવાની અમૂલ્ય તક સાકાર કરો.....વધુ વિગત માટે 02832 231177 નોંધ : આ આયોજન લેવા પટેલ જ્ઞાતિજનો‌ માટે જ છે..