ચોવીસી સાઈકલ મેરેથોન : તા.09/12/2018 આવો જોડાઈએ....

inCollage_20181126_093319599-24

ચોવીસી સાઈકલ મેરેથોન : તા.09/12/2018 આવો જોડાઈએ....

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ આયોજિત કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યામંદિર મહોત્સવ ના આમંત્રણ ચોવીસીના ગામોગામ આપવા ગરિમા સાઈકલ યાત્રા તા.09/12/2018. સવારે 6 વાગ્યાથી માધાપર સરસ્વતી વિદ્યાલય ખાતેથી પ્રસ્થાન કરશે. ગામોગામથી મોટી સંખ્યા જોડાય તે જોવા સૌને નમ્ર વિનંતી છે....ગરિમા યાત્રા દરમ્યાન વાહન સાથે ચાલશે એટલે કોઈ થાકી જશે તો તેને મદદરૂપ બની શકાશે. મેડિકલ વ્યવસ્થાઓ પણ સાથે રહેશે....ગરિમાયાત્રાની ડિઝાઈન પ્રમાણે સૌથી આગળ બૂલેટ વાહનો ચાલશે....તે પાછળ શણગાર સજેલ ગરિમારથ....ઢોલ શરણાઈ‌ અને દેશભક્તિગીતો ની રમઝટ બોલાવશે....ગામના મુખ્ય જગ્યાએ ખાસ ચોક કે વથાણમાં સ્થાનિક‌ ગામની સમાજ સમિતિ હાજર રહી પત્રિકા સ્વીકારશે...આ પ્રસેગે ગામોગામની વિવિધ સંસ્થાઓ હાજર રહે અને સમાજપ્રેમી ગ્રામજનો જોડાય તે શોભારૂપ બનશે. યાત્રાનો રૂટ આ સાથેના ફોટોમાં છે. વધુ વિગત માટે ડો. દિનેશ પાંચાણી ( યાત્રાના સંયોજક ) 9979980109. અથવા ભુજ સમાજ સરદાર પટેલ વિદ્યાસંકુલ ભુજનો 02832 231177 નો સંપર્ક કરવાનો રહેશે... જેની પાસે સાઈકલ‌ ન હોય એવા વ્યક્તિઓ પણ નામ નોંધાવી શકશે......સમાજ સંસ્થામાં અભ્યાસ કરતા કુમાર અને કન્યાઓ પોત પોતાની સંસ્થામાં નામ‌ નોંધાવે...વધુમાં વધુ સંખ્યા માટે પ્રોત્સાહિત કરવા સમાજની ત્રણેય પાંખોને વિનંતી....તા.09/12/2018 ના સવારે 5:30 કલાકે માધાપર ખાતે પ્રસ્થાન સત્રમાં ભુજ સમાજની સ્થાપના બેઠક‌ વખતે 1965 માં સાઈકલથી ઘરોઘર પત્રિકા આપનાર આદરણિય ધનજીભાઈ‌ ભંડેરી લંડનથી હાજર રહેશે. સમાપન સત્ર અને શિલ્ડ સર્ટીફિકેટ વિતરણ કન્યા વિદ્યામંદિર ખાતે બપોરે યોજાશે....