ગરિમા મહોત્સવ અંતર્ગત કોડકીમાં મહિલા બેઠક

inCollage_20181130_215846472-3840x3840-25

ગરિમા મહોત્સવ અંતર્ગત કોડકીમાં મહિલા બેઠક

આગામી ડિસેમ્બર 28 થી શરૂ થનારા ચાર દિવસીય શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર રજતજયંતી ગરિમા મહોત્સવના ઉપલક્ષ્યમાં મહિલા જાગૃતિ પ્રવૃત્તિઓ આરંભાઈ છે કોડકી ખાતે મહિલા આરોગ્ય જાગૃતિ અંગે માહિતી આપતાં ઉત્સવની મહિલા પાંખે બેઠકનું આયોજન કર્યું હતું. આ અવસરે સ્ત્રીના આરોગ્ય માટેની કાળજી પૌષ્ટિક ખોરાક અને આરોગ્યપ્રદ ટેવો અંગે દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણો દ્વારા સવિસ્તાર માહિતી અપાઈ હતી. બહેનોને સમાજપ્રેમ જ્ઞાતિવ્હાલ અને સંગઠન પોષક વિચારો અપાયા હતા. આગામી મહોત્સવમાં બહેનો માટે ફૂડસ્ટોલ અને બિઝનેશ પ્રદર્શન સ્ટોલ નિ:શુલ્ક રખાયા હોવાથી વધુમાં વધુ બહેનો જોડાય તેવી અપીલ કરાઈ હતી. બહોળી સંખ્યામાં બહેનો હાજર રહેતાં ઉત્સવનો આગોતરો માહોલ જામવા લાગ્યો‌ હતો. સમાજ ની મહિલા પાંખની કાર્યકર બહેનો સમાજપ્રેમે પ્રેરાઈ સકારાત્મક ભૂમિકા સાથે ઉત્સાહ વધારી રહ્યાં છે... આગામી દિવસોમાં વધુ ગામોને આવરી લેવાશે.