ડિસેમ્બર માં ક્ચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા વ્યવસાય ઉત્કર્ષ મેળો...

inCollage_20181130_222321013-26

ડિસેમ્બર માં ક્ચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા વ્યવસાય ઉત્કર્ષ મેળો...

આગામી ડિસેમ્બર 30 અને 31 બે દિવસીય વ્યવસાય ઉત્કર્ષ મેળો લેવા પટેલ સમાજ દ્વારા જ્ઞાતિ‌ ઉત્થાનના મહત્વાકાંક્ષી ધ્યેય તરીકે યોજવાની જાહેરાત કરાતાં તૈયારી આરંભાઈ છે. તાજેતરમાં ભુજ સમાજ ખાતે બેઠકમાં સ્ટોલ‌ બુકીંગ વિશે ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાએ ઉત્સવની વિગતો આપી‌ હતી. મંત્રી કેશરાભાઈ પિંડોરીયાએ તા. 28,29,30,31 ચારેય દિવસના પ્રસંગોની‌ ચર્ચા કરી હતી. કાન્તાબેન વેકરીયાએ મહિલામંચ વિશે, યુવક સંઘ પ્રમુખ‌ મનજી પિંડોરીયાએ ઉત્સવ આનુસંગિક વિગતો આપી‌ હતી. દાનેશ્વરી શ્રેષ્ઠી લક્ષ્મણભાઈ રાઘવાણીએ દુકાળમાં ગૌસેવા કરવાની ભાવના દર્શાવી હતી. સમાજ મંત્રી રામજી સેંઘાણીએ ત્રણેય પાંખોના કારોબારી સભ્યો સાથે સંકલન‌ કર્યું હતું. બ્રાન્ડની અગત્યતા વિશે વેલજી ભુડિયાએ વાત કરી હતી. ખાણી‌ પીણીના સ્ટોલમાં લેવા પટેલ મહિલાઓ સ્ટોલમાં પોતાના ઉત્પાદનો વેચે જેથી તેને આર્થિક ફાયદો થાય અને માર્કેટિંગનો લાભ મળે સ્ટોલ બુક કરાવવા 02832 231177 નો સંપર્ક કરવો.