સમુહલગ્નની તૈયારી આરંભાઈ : તા. 16/12/2018 ના આયોજન

inCollage_20181204_070834840-1152x1152-27

સમુહલગ્નની તૈયારી આરંભાઈ : તા. 16/12/2018 ના આયોજન

કચ્છી લેવા પટેલ સમાજ‌ ભુજના સમુહલગ્ન તા. 16/12/2018 ના યોજાનાર છે. સમાજ એક એવી સંસ્થા છે કે જ્યાં મોટાભાગનું‌ કામ સમર્પિત કાર્યકરો સ્વયંસેવક બની કરતા હોય‌ છે. જ્યારે મોટો પ્રસંગ ઉજવાતો‌ હોય ત્યારે પડદા પાછળ દિવસો પહેલાં તૈયારીઓ થતી હોય‌ છે. અને કલાકો‌ સુધી એક એક આયોજન ઝીણવટ પૂર્વક ઘડાતા હોય છે. દરેક સંસ્થાઓમાં આ થતું હશે પણ કચ્છી લેવા પટેલ સમાજ ભુજની પરંપરા અને વડિલોએ સર્જેલ સિધ્ધાંતો એટલા દૂરંદેશી‌ છે કે જેનો જોટો જડે તેમ નથી. આ પોસ્ટ સાથેની તસવીર તા. 3/12/2018 ની છે. ભુજ સમાજનું મુખ્ય કાર્યાલયનો આ ધમધામાટ સમુહ લગ્નની તૈયારીનો છે એક એક યુગલ અને તેના માવિત્રોને બોલાવી લગ્ન વિધિના નિયમો, લગ્ન રજિસ્ટર માટેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરાવવી અને એ પણ સમાજ સમર્પિત સેવકની ભાવનાથી ... વાત માત્ર સમુહ લગ્ન કે તેની તૈયારીની નથી સમાજની દરેક પ્રવૃતિ આવી જ ભાવનાથી આગળ ધપી રહી છે.. ... આયોજન‌ પાછળ કલાકોના કલાકો આહૂત કરાઈ રહ્યા છે.. યશ અપયશની અપેક્ષા વિના માત્રને માત્ર સમાજ સ્નેહે આ થઈ રહ્યું છે.. ..કચ્છી લેવા પટેલ સમાજ આજે સમગ્ર ગુજરાતની માતબર સેવાભાવી સંસ્થામાં સ્થાન અને આદર ધરાવે છે આ અસ્મિતા રાતો રાત સર્જાઈ નથી .. સાત સાત દાયકામાં નામી અનામી કાર્યકરોએ રાત દિવસ જોયા‌ વગર સમાજ રૂપી‌ માની સેવા કરી છે ..દાતાઓએ વિશ્વાસ અર્પ્યો છે ત્યારે આ ગરિમાનો‌ પાદુર્ભાવ થયો છે. આ સંસ્થાની સેવા સુવાસ માણવી હોય તો ગુજરાતભરની માતબર સંસ્થાઓના મોભીઓને મળવું‌ પડે...એમ લાગે જાણે આપણે કચ્છ જેવા દુર્ગમ ખૂણામાં એકલા અટૂલા કામ‌ કરીએ તો જાણે કોણ ખબર રાખતું હશે..પણ સેવાને ભૂપૂષ્ઠના ભેદ નથી..સત્કર્મને સરહદ બાંધી શકતી નથી. સમાજ સેવા એ રાષ્ટ્ર ઉત્થાનનું પ્રથમ સોપાન‌ છે. આ સિધ્ધાંત સંકુચિતતા નથી. તાજેતરમાં ગુજરાતની મોટી હોસ્પિટલોમાં ભુજ સમાજના ભાવિ પ્રોજેક્ટ સંદર્ભે જવાનું થયું ..ભુજ સમાજની મુઠ્ઠી ઊંચેરી મહત્તાના દર્શન‌ કર્યા...આ ઊંચાઈ રાતો રાત પ્રાપ્ત કરી શકાતી નથી. પડદા પાછળ સેવાનો આ પ્રતાપ‌ છે આ પરંપરા આજે પણ અક્ષુણ છે.. વાતો કરવી સહેલી‌ છે તલવારની ધાર પર સંતુલન જાળવવુ જેટલું કઠીન છે એથી વધુ કઠીન સમાજસેવા છે એ સમજવું રહ્યું ... સંસ્થા મહાન છે, વ્યક્તિ નહીં.....