વિદ્યામંદિરની કન્યાઓ : જ્ઞાતિ ગરિમાનો‌ પ્રકાશ પૂંજ , મહોત્સવની તૈયારીઓ

20181217_080259-29

વિદ્યામંદિરની કન્યાઓ : જ્ઞાતિ ગરિમાનો‌ પ્રકાશ પૂંજ , મહોત્સવની તૈયારીઓ

અંધકારની ગર્તા માંથી જ્ઞાનપૂંજ પામનાર કચ્છી લેવા પટેલ જ્ઞાતિના દીવડામાં સમાજ સંગઠનનું ઘી છે. હજારો વર્ષની ઉપેક્ષાનો અગન છે. અને સચ્ચાઈની સનિગ્ધ વાટ છે આ અજવાસના આધારે જ્ઞાતિ‌ ચાલી છે. દોડી છે. પ્રગટી છે. મ્હોરી છે. સમાજની પ્રથમ કન્યા શાળાનું માન અને મોભો અમને પ્રાપ્ત છે. હજારો દીકરીઓના ઘડતરનો આ નિંભાડો દ્વિજ છે. દ્વિજ એટલે બે...બીજીવાર જન્મ આપનારને અને પામનારને દ્વિજ કહેવાય ...એકવાર માતાના પેટનો‌ નિંભાડો અને બીજીવાર સંસ્કારનો‌ નિંભાડો..સંતાનના અવતરણ સાથે માત્ર પૂત્ર કે પૂત્રીનો જન્મ જ થતો‌ નથી.એક માતા પણ‌ જન્મે છે...આમ બન્નેનું કાર્ય તાપ આપી બીજ સેવવાનું છે ફર્ક એ છે કે એક તન તપાવે એક મન...કન્યા સંસ્કારધામની સ્થાપના‌ 1988 અને કન્યા વિદ્યામંદિર 1992. આ બે નિર્ણય માત્ર કન્યા શિક્ષણ માટે સિમિત નથી. સમગ્ર લેવા પટેલ સમાજ‌જ્ઞાતિની અખંડ અસ્મિતાનું‌ મંગળાચરણ છે....સમાજે એક એક‌ દીકરીને શિક્ષણ આપ્યું ..તેમ તેમ જ્ઞાતિમાં તેજ‌ પ્રગટ્યું..અને બીજીબાજુ સમાજનો આત્મવિશ્વાસ બૂલંદી પામતો‌ રહ્યો...આ સંસ્થા પ્રરત્વે દીકરીઓનો‌ લગાવ ...તેમણે વિશેષાંક માટે લખેલા લેખોમાં અભિવ્યક્ત થાય છે..એના પૂર્વ શિક્ષકો, સંચાલકો આચાર્યોએ જે ભાવના પ્રગટ કરી છે એનો જોટો જડે તેમ નથી. આ શબ્દો કોઈ ભાષાભારી કલાકારના નથી..નિરપેક્ષ લાગણીના છે.. 1500 દીકરીઓ એક સંકુલમાં ઘબકે ..અને એક પણ‌ કબાટ તિજોરીને તાડું નહીં..આ ઘડતર, આ વિશ્વાસ,આ દૃષ્ટિ અદમ્ય છે કોને આ વિચાર આવ્યો એ મહત્વનું છે પણ તેના કરતાં મહત્ત્વનું એ છે કે વિચાર આવ્યો.....ગરિમા મહોત્ત્સવ .....કોની ગરિમા...? આ મહાન સંસ્થાની ગરિમા..અહીં ની દીકરીઓના ઉડાનની ગરિમા, અહીં‌ થયેલા કાર્યની ગરિમા... કન્યા કેળવણીના પિતામહ ...સ્વ. વી.કે પટેલ ના પૂણ્ય પ્રયાસની ગરિમા..કન્યા સંસ્કારધામ અને વિધામંદિરને જોતાં જોતાં આખં મિંચાય એવી લાગણી રાખનાર વડિલ દાતાઓના પિતૃત્વની ગરિમા....જેની નજર ફરે અને દીકરીઓના દીલમાં આદરનો‌..વ્હાલનો‌ વિકટોરિયા તરંગે એવા આર. આર. પટેલના નિર્દાગ જીવનની ગરિમા... કોકે પ્રતિભાવમાં લખ્યું.. કણબી કન્યાઓમાં ગરિમાની લાલી....કોકે વળી એમ લખ્યું કણબી કન્યાઓના આત્મશ્રેષ્ઠત્વની કહાણી....હા...જે શબ્દ પ્રયોજો છૂટ....કન્યા વિદ્યામંદિરમાં આજનો થનગનાટ અનેરો,અતૂલ્ય છે.. 25-25 વર્ષની અખંડ સાધનાની આ તપોભૂમિ પર સર્જાયેલ તરંગો ...એક એક જ્ઞાતિજનને આત્મસન્માનનો‌ સંદેશ આપે છે..અહીં અભ્યાસ કરી ગયેલ‌ દીકરીઓને ભૂતપૂર્વ કહેવી એની લાગણીઓને અવગણવા જેવું છે.. સબંધ એવા જાણે આજે પણ હું અહીંની વિધાર્થિની છું.. સંસારના તપ્ત ચક્રમાં વિક્ષિપ્તને બે ક્ષણનો આત્મિક ખોળો આપનાર આ માવતર છે..તૈયારીઓ‌નો‌ ધમધમાટ છે..શાળાના ઈતિહાસમાં અનેક સમય સાંસ્કૃતિક રજૂઆતો થઈ છે. સમાજની મહિલા‌ શક્તિના સામર્થ્યના દર્શન જ્ઞાતિએ આ માધ્યમે કર્યા છે..પ્રથમ વખત સૌથી લાંબા અને અતિવિશિષ્ટ સાંસ્કૃતિક રજૂઆતોનો તખ્તો તૈયાર‌ છે...રંગોળી,ગરબા,નિબંધ,વક્તૃત્વ,ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ, અરે ઉત્ત્સવનો લોગો‌ આપણી દીકરીઓના ટેરવેં ચિતરાયો છે.સાઈકલયાત્રામાં દીકરીઓના જોમનો‌પરીચય હતો તો તેના એક એક કતૃત્વમાં જ્ઞાતિને સત્વના દર્શન થશે......આવો, તા.28/12/2018 સવારે 8:30 કલાકે ભુજ સમાજ માતૃશક્તિના મંદિરે દીવડાઓનો ઝગમગાટના દર્શન કરવા