ભુજ સમાજના 51 માં સમુહલગ્ન યોજાયાં : 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા..

inCollage_20181218_084140371-30

ભુજ સમાજના 51 માં સમુહલગ્ન યોજાયાં : 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા..

કચ્છી લેવા પટેલ સમાજ ભુજના 51 મા સમુહલગ્ન ધામધૂમથી યોજાયા હતા... જેમા 10 યુગલો લગ્નગ્રંથીએ બંધાતાં માહોલ‌ જામ્યો હતો. દાતાઓએ સામુહિક કરિયાવર તો જ્ઞાતિજનોએ દાનભેટ જાહેર કર્યા હતા. આ પ્રસંગે સમાજ વતી કન્યા વિદાય‌ આપતાં ટ્રસ્ટ ના પૂર્વાધ્યક્ષ અરજણભાઈ પિંડોરિયાએ કહ્યું ..દીકરાતું મા બાપ અને પત્નિને વફાદારીથી સાચવજે..મારી દીકરી તું બે કૂળ તારનારી છો...સહનશક્તિ અને પ્રેમના દોરે પરિવારને બાંધી રાખજે...ઉત્સવની માહિતી અપાઈ હતી. આ‌ પ્રસંગે મોભી આર.આર.પટેલ,આર.એસ.હિરાણી, રામજીભાઈ દેવશી ધનજી વેકરીયાએ શુભેચ્છા આપી હતી. લક્ષ્મણભાઈ કેરાઈ બર્નઓક લંડન, હરિલાલ હાલાઈ, દેવશીભાઈ હાલાઈ , વિનોદ હરિભાઈ હાલાઈ‌ લંડન સહિતના ઉઅપસ્થિત રહ્યા હતા. કન્યા સંસ્કારધામ અને કન્યા વિધામંદિરની દીકરીઓએ લગ્ન ગીત પુરોહિત કાર્ય જ્યારે કુમાર વિધાધામના છાત્રોએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો‌ હતો.. બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો‌ હાજર રહ્યા હતા. આ પ્રસંગ સાથે ગરિમા મહોત્ત્સવની સમાજ પ્રતિનિધિની બેઠક‌ મળી હતી જેમાં અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા અને યુવકસંધ પ્રમુખ મનજીભાઈ‌ પિંડોરિયાએ માહિતી આપી હતી. અને બેઝ આપ્યા હતા. સમાજના ગ્રામ્ય પ્રતિનિધિઓના સભ્યકાર્ડ જેને ન પહોંચ્યા હોય તેણે 02832 231177 નો સંપર્ક કરવો...