હૈયે હૈયે હેલી થાય..મન મોરલિયો નાચે આજ..: કીર્તિ વરસાણી કૃત ગરિમાગીતે મચાવી ધૂમ

inCollage_20181226_054857506-31

હૈયે હૈયે હેલી થાય..મન મોરલિયો નાચે આજ..: કીર્તિ વરસાણી કૃત ગરિમાગીતે મચાવી ધૂમ

ગીત સાંભળીને થયું હું પણ મહોત્સવમાં જરૂર સહભાગી થઈશ....હા સર ગીત ખૂબ સારું લાગ્યું...મઝા આવી..ટયુન ખૂબ સારી છે...નાચવાનું મન થઈ જાય...વાહ શું કમ્પોઝિશન છે...બહુ જ સરસ...ડોલી જવાય...હું મારી કારમાં આ ગીત જ વગાડું છું....આ શબ્દો તો માત્ર પ્રતિક છે...દાર એ સલામમાં રહેતી વિધામંદિરની પૂર્વ છાત્રા શાન્તા..માનકૂવાની ભારતી, લંડનથી દક્ષા, ભુજથી કસ્તૂર, ઓસ્ટ્રેલિયાથી રાધાબેન, સમાજના મોભી ગોપાલભાઈ , કન્યા વિધામંદિરના આચાર્યા લોપાબેન કુમારના લક્ષ્મીબેન, મહિલા ટ્રસ્ટી કાંતાબેન ....યાદી લાંબી છે...અને યશ કીર્તિને છે હા. માત્ર કીર્તિ..!! કેમ નહીં આ સંસ્થાનો પૂત્ર છે અને તે પણ દિગ્ગજ બોલીવુડ ફિલ્મમાં ગીત ગાયકો સાથે કામ કરી નામના મેળવી છે...તેમના કૃત ગરિમા મહોત્સવ ગીતને સોમવારે ભુજ સમાજ ખાતેથી રિલિઝ કરાયું હતું....34 સંગીત આલ્બમ આપી ચૂકેલા સંગીતકાર કીર્તિ વરસાણીએ દીલથી આ કામ પાર પાડ્યું છે..સ્વખર્ચે નકશના‌ કંઠે આ ગીત ગવડાવી સારા સ્તર પર ગીતને મુક્યું..ભાઈ કીર્તિ કહે છે.., ગુજરાતી લહેકાથી સ્ટાર્ટ અપાયો‌ છે...બોલીવુડ મેલોડીની મધ‌મીઠી મીઠાશ છે તો ગીતના શબ્દો નારી શક્તિની ગરિમા દર્શાવે છે..ગીતની રચના વસંત પટેલે જ્યારે મુદ્રણ મુંબઈ ખાતે કરાયું છે ...આ ગીત મહોત્સવમાં પ્રથમ દિવસે ધનધનાધન રજૂઆત સાથે મંચ પર અભિનિત થશે..જેમાં જેનો ઉત્સવ છે એ કન્યા વિધામંદિરની દીકરીઓ કૃતિ રજૂ કરશે...સમાજના મહોત્સવ ઈતિહાસમાં પ્રથમવાર ઉત્સવગીત બનાવાયું છે. કીર્તિભાઈ...અગાઉ અલ્કા યાજ્ઞનિક, વીજુ શાહ, કલ્યાણજી આણંદજી જેવા મહાન સંગીત સંગીઓ સાથે કામ‌ કરી ચૂક્યા છે. મૂળ માધાપરના છે. સંગીતનો‌ શોખ છે..પિતા જાદવજીભાઈ લેવા પટેલ જ્ઞાતિ ગૌરવરૂપ છે તેમની સાથે હરિવદન જેસાણી, જગદીશભાઈ કેરાઈ, નરેન્દ્ર વાઘજીયાણી ઉપસ્થિત રહ્યા હતા.જરૂર... આવજો તા.28ના આ ગીતને માણવા અને આપણા કીર્તિભાઈને આશીર્વાદ આપવા... જય મા શારદે.