કચ્છી લેવા પટેલ આજનું ગૌરક્ષા અભિયાન : લીલાચારાના વાહનો રવાના

inCollage_20181226_081114671-32

કચ્છી લેવા પટેલ આજનું ગૌરક્ષા અભિયાન : લીલાચારાના વાહનો રવાના

ગરિમા મહિત્સવની સાક્ષીએ એક સાથે સંખ્યાબધ વાહનો ભરી લીલોચારો ગૌમાતાની આંતરડી સુધી પહોંચ્યો હતો. ચોવીસી સહિત અબડાસા લખપતમાં સીમ જંગલમાં ઘાસના તણખલાં માટે વલખતી ગવરી ગૌમાતાની ઉપસી આવેલી પાંસડીઓ અને આંખમાથી વહી રહેલી જઠરાગ્નિ તપ્ત આંસુડા લુછવા સમાજ જ્યારે આગળ આવ્યો છે ત્યારે ચોવીસીના ખેડૂતોને અપીલ છે કે વાડી વાડીએ થી ટેમ્પા મોકલો 02832 231177 તેમજ ધનસુખભાઈ સિયાણી 9925255552 લક્ષમણભાઈ રાઘવાણી 9825225457 નો સંપર્ક‌ કરવા વિનંતી...એક અકેલા થક જાયેગા‌ મિલકર‌ બોજ‌ ઉઠાના સાથી હાથ બઢાના...આજે સમાજે ગૌસેવાનો‌ સંકલ્પ કર્યો છે ત્યારે સૌ જોડાઈએ...આજે અત્યારે તક છે આવો અવાડા બનાવીએ, ટન્કર દોડાવીએ ચારો નીરણ કરીએ ..ન માત્ર ગૌમાતા પણ કચ્છ નું તમામ પશુધન બચાવીએ...આવો હાથ મિલાવીએ ખભેખભા..મન મિલાવીએ આપણી ગાયોને ગૌવંશને બચાવીએ...માત્ર માતા માનવાથી નહીં માતા શબ્દ સાર્થક કરી બતાવીએ ...આ અભિયાન વરસાદ નહીં પડે ત્યાં સુધી અવિરત રાખશું. સમાજે પ્રથમ તબ્બક્કે 50 લાખ રૂપિયા ફાળવ્યા છે જે ઉત્સવ સુધી વપરાશે તે પછી‌ પણ દાતાઓ દ્વારા ઘાસ અભિયાન ચાલુ રખાશે...સૂકો ચારો સરકાર દ્વારા નિરાશે પણ લીલાચારાના સતત અભાવથી ગૌમાતાઓના આંતરડા કોરા થઈ જાય છે એ માટે ભુજ સમાજ લીલો‌ચારો વધુ આપશે...જય સમાજ જય ગૌમાતા