ગરિમા મહોત્સવની તડામાર તૈયારી : ચારેય તરફ ધમધમાટ મહેમાનો‌ પહોંચ્યા

20181226_054222-870x490-33

ગરિમા મહોત્સવની તડામાર તૈયારી : ચારેય તરફ ધમધમાટ મહેમાનો‌ પહોંચ્યા

કચ્છી લેવા પટેલ સમાજના ઈતિહાસમાં વિકાસના વળાંક તરીકે નોંધાય એવા નિર્ણયો સાથે ઉજવાઈ રહેલો કચ્છી લેવા પટેલ કન્યા વિધામંદિર રજતજ્યંતી ગરિમા મહોત્સવની તૈયારીઓ પરાકાષ્ટાએ પહોંચી‌ છે.. મહા મહોત્સવની તૈયારીઓમાં 1547 છાત્ર છાત્રાઓ વાલીઓ, સમાજના ગામપ્રતિનિધિઓ, કારોબારીના સભ્યો સહિત તમામ વ્યક્તિઓ એક સૂરે ઉત્સવ સફળ બનાવવા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે એક બાજુ સ્વયં સેવક ટીમો, બિઝનેશ વિભાગ, કૃષિ, આરોગ્ય વિભાગો સજ્જ કરાઈ રહ્યા છે જે સંકુલો તૈયાર થઈ ગયા છે એના દર્શન કરાવાશે..તો વર્તમાન અને પૂર્વ દીકરીઓના પ્રતિભાવો એલ.સી.ડી. ઉપર રજૂ થશે..સંકુલને વૈચારિક રીતે સજાવવા યુવક સંઘના સભ્યો‌ તૈયાર છે તો સમાજ પ્રમુખ હરિભાઈ હાલાઈની નાદુરસ્ત તબિયત વચ્ચે ઉપપ્રમુખ કે.કે. હીરાણી સમગ્ર આયોજનને આખરી ઓપ‌ આપવા માર્ગદર્શન આપી રહ્યા છે મંત્રી રામજીભાઈ સેંઘાણી, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા , મંત્રી કેશરાભાઈ પિંડોરિયા, કૃષિ વિભાગમાં લાલજીભાઈ અને ઈશ્વરભાઈ, રસોડાં અને પ્રદર્શન વિભાગમાં રમેશભાઈ હાલાઈ યુવક સંઘ પ્રમુખ મનજીભાઈ પિંડોરિયા, ગૌસેવા અભિયાનમાં ધનસુખભાઈ, લક્ષમણભાઈ રાઘવાણી, મંચ ડોમ વિભાગમાં વેલજીબાપા અને વિરમભાઈ રાબડિયા , મહિલા વિભાગમાં કાંતાબેન અને લક્ષ્મીબેન , તમામ કામોમાં ઓતપ્રોત એવા ભાવેશભાઈ આર. પટેલ, પ્રો.પુરુષોતમભાઈ હીરાણી અને દરેકને પૂરક‌ બનતા અરજણભાઈ ભીખાલાલ પિંડોરિયા સતત સક્રિય રહ્યા છે નામી અનામી સૌ કાર્યકરોનો એક જ નારો ઉત્સવ નિખારો, સમાજ અમારો..રાજેશ પિંડોરિયા ઈ આમંત્રણ તૈયાર કરી રહ્યા છે..અરવિદભાઈ પિંડોરિયા, હરેશભાઈ ભંડેરી ઉત્સવની મંજૂરી અને કાયદાકીય સહયોગ માટે સક્રિય છે...યુ.કે.કોમ્યુનિટી ના અધ્યક્ષ માવજીભાઈ આવ્યા..તો નાઈરોબી સમાજના પ્રમુખ ભીમજીભાઈ ની‌ ટીમ સમાજ જયંતીભાઈ સદામ સાથે ઉતરી છે.. દેશ વિદેશના સામાજિક દાતાઓ રાજી છે એને ઘર ઘર જઈ નોતરું અપાયું છે. ભુજ મંદિરના સંતો આશીર્વાદ આપશે તો સંપ્રદાય સંલજ્ઞ અનેક લોકોને સંસ્થાઓને યાદ કરાઈ છે..આપણો વાગડ સમાજ 30/12 ના જ્ઞાતિ અધિવેશનમાં પધારશે..સમગ્ર ગુજરાતની લેઉવા પટેલ સંસ્થાઓને આમંત્રણ પાઠવવા ગોવિંદભાઈ ખોખાણીના માર્ગદશન‌ હેઠળ ટીમે જહેમત ઉઠાવી છે.. આવો ઉત્સવના નામને સાર્થક કરીયે....દિવાલો નહીં મન બાંધીએ....