સાહસ સમજ અને સમય : જિંદગી બદલી શકે છે...દાતા કે.કે. પટેલ

Image

સાહસ સમજ અને સમય : જિંદગી બદલી શકે છે...દાતા કે.કે. પટેલ

કચ્છી લેવા પટેલ સમાજ ભુજના આર.ડી.વરસાણી કુમાર વિધાલયના છાત્રોને સન્માનવાનો એક કાર્યક્રમ શુક્રવારે સાંજે સમાજ હોલમાં યોજાઈ ગયો..જેમાં વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત દીકરાઓને નવાજવામાં આવ્યા હતા. એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના મંત્રી અને કુમાર વિભાગના માર્ગદર્શક કેશરાભાઈ પિંડોરીયા એ સૌનું સ્વાગત કરતાં શાળાની ગતિ પ્રગતિ વર્ણવી હતી. તાજેતરમાં ભુજ ખાતે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં નામકરણ દાન અને ભૂમિ પ્રદાન કરનાર કે.કે.પટેલે કહ્યું ...વ્યક્તિના સાહસ સમજ અને સમય જિંદગી બદલી શકે છે પોતાના જીવનના સંઘર્ષ કાળને સ્મરતાં આ દાનેશ્વરીએ કહ્યું .. હજારો કરોડોના ટર્નઓવર વ્યર્થ છે જો વ્યક્તિ એના મૂળ માંથી કપાઈ જાય ..અમે આફ્રિકા ગયા નામ દામ કમાયા પણ અમારા હૃદયમાં માતૃભૂમિ પ્રત્યેનો‌ સ્નેહ અકબંધ છે શ્રી કે.કે.પટેલ સાહેબે સફળતાની ચાવીઓ આપી વિધ્યાર્થીઓને રોમાંચિત કરી મૂક્યા હતા. આ પ્રસંગે અરજણભાઈ પિંડોરીયાએ આગવી શૈલીમાં સફળતા માટેના સોપાન વર્ણવ્યા હતા. યુ.કે.કોમ્યુનિટી ના ટ્રસ્ટી વિનોદભાઈ હાલાઈ, કાનજી હીરાણી, ભુજ સમાજ મંત્રી રામજી સેંઘાણી, લક્ષમણભાઈ રાઘવાણી, યુવક સંઘ મંત્રી વસંત પટેલ , દાતા પરિવારના મહેન્દ્રભાઈ ,વિજ્યાબેન હાલાઈ સહિતના આમંત્રિત ઉપસ્થિત રહી વિધ્યાર્થીઓ ને સન્માન્યા હતા..