મા માતૃભૂમિ અને ગવરી ગૌમાતા...નું રક્ષણ સમાજનો મંત્ર

20190105_080045-36

મા માતૃભૂમિ અને ગવરી ગૌમાતા...નું રક્ષણ સમાજનો મંત્ર

કચ્છી લેવા પટેલ સમાજ‌ ભુજ આયોજીત કચ્છી લેવા પટેલ ક્ન્યા વિધામંદિર રતજ જયંતી ગરિમા મહોત્સવની સાક્ષીએ કચ્છના દુષ્કાળ તપ્ત કપરાકાળને પરાસ્ત કરવા સમાજે લીધેલા સંકલ્પ અને ઉત્સવ પહેલાં શરૂ કરેલા અભિયાનને સઘન બનાવવામાં આવ્યું‌ છે અને ગૌમાતાની આંતરડી ઠારતો લીલોચારો અબડાસાથી લઈ છેક્ક રાપર ઘોળાવીરા સુધી પહોંચ્યો છે..ગૌસેવા ટીમના ધનસુખભાઈ સિયાણીએ સમાજ ટીમ આઈ.ટી.. સાથે વાત કરતાં કહ્યું..સીમમાં અવાડા બનાવવામાં આવશે અને સરપંચોના સાથથી ભરી દેવામાં આવશે. જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી શક્ય તમામ પ્રયાસ કરાશે...ઉત્સવ દરમ્યાન જ્ઞાતિજનોએ જાહેર કરેલ ગૌસેવાનું દ્રવ્ય પણ આ અભિયાનમાં કામ લાગશે સમાજે પ્રથમ તબક્કે ફાળવેલા 50 લાખ રૂપિયા પણ વપરાઈ રહ્યા છે...આ ઉપરાંત સમાજના આ કાર્યમાં સાથ આપવા માંગતા જ્ઞાતિજનો અથવા અન્ય જ્ઞાતિના સેવાભાવી સહયોગીઓએ ભુજ સમાજ, સરદાર પટેલ વિધાસંકુલ 02832 231177 પર સંપર્ક કરી રોકડ દાન કે ચારો નોંધાવી શકશે. આ કાર્યમાં લક્ષ્મણભાઈ રાઘવાણી, સુખપરના અરજણ ભીખાલાલ પિંડોરીયા કાર્યકર તરીકે જહેમત ઊઠાવી રહ્યા છે..બળદિયાના સેવાભાવી પરબત વિશ્રામ ગોરસિયા સહયોગી છે.