ધંધા અને કૃષિ ક્ષેત્રે યુવાનો દ્વારા સામાજિક સ્તરે ચિંતન

inCollage_20190107_064542059-1152x1152-37

ધંધા અને કૃષિ ક્ષેત્રે યુવાનો દ્વારા સામાજિક સ્તરે ચિંતન

ધંધામાં આગળ વધવા ગૃપ બિઝનેશ‌ સકારાત્મકતા સરકારી સહાય અને મદદ સહિતની માહિતી આપતો એક સેમિનાર રવિવારે ભુજ સમાજ ખાતે યોજાઈ ગયો. જેમાં સુરેશ વાઘજી કેરાઈ માનકુવા આ.ટી.ના ઉપયોગ દ્વારા ધંધાના વિકાસની રૂપરેખા આપી હતી. તેમણે આવનારું ભવિષ્ય સામાજિક ઐક્યનું હોવાથી યુવાનો યુવતીઓને જાગૃત થવા અપીલ કરી હતી. જગદિશ હિરાણીએ ધંધા વ્યવસાયમાં સરકારી ડોક્યુમેન્ટ ની જરૂર અને ઉપલબ્ધીની મહિતી આપી હતી. આ સત્રમાં સમાજ વિકાસના શિલ્પી અને સમાજના ખેડૂતો અને નાના વ્યવસાયકારો ધંધા રોજગારમાં પ્રવૃત થઈ આર્થિક રીતે સધ્ધર બને તે માટે નવી નવી યોજનાઓ અને પ્રયોગો હિંમતપૂર્વક કરી રહેલા એજ્યુ. મેડિ. અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ આગામી સમયમાં સમાજ ધંધા રોજગારના વિકાસ માટે વધુ તકો આપશે ત્યારે સૌ‌ને જોડાવા ઈજન આપ્યું હતું. મંત્રી કેશરાભાઈ પિંડોરીયા, યુવક સંઘ મંત્રી વસંત પટેલ, ઈશ્વર પિંડોરીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. માંડવી લેવા પટેલ યુવક સંઘના હિરજી છભાડિયા, કેતન સિયાણી સહિતના એ સૂચન કર્યા હતા.. ઉત્સવ વિરામ પામ્યો ... ખરું કાર્ય હવે આરંભાઈ ચૂક્યું છે...ધંધા રોજગાર અને કૃષિ ક્ષેત્રે પ્રગતિ વાંચ્છુઓ એ કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, સરદાર પટેલ વિદ્યાસંકુલ, ભુજ મુન્દ્રા રોડ, ભુજ કચ્છ.. 02832 231177 પર સંપર્ક કરવો.