ભુજમાં યોજાશે પાટીદાર ઓલ્મ્પિયાડ : લેવા અને કડવા પટેલ સમાજોના યુવાનો-યુવતીઓ ભુજ સમાજ ખાતે રમશે.

20180926_163811-800x450-4

ભુજમાં યોજાશે પાટીદાર ઓલ્મ્પિયાડ : લેવા અને કડવા પટેલ સમાજોના યુવાનો-યુવતીઓ ભુજ સમાજ ખાતે રમશે.

પટેલ જ્ઞાતિના સંગઠનને મજબૂત કરવાના હેતુથી સરદારધામ અમદાવાદ, અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજ અને કચ્છી લેવા પટેલ સમાજના ત્રિવેણી સંગમે સરદાર પટેલની જન્મ જયંતિના ઉપલક્ષમાં પટેલ ઓલ્મ્પિયાડનું ગુજરાત કક્ષાનું આયોજન થયું છે. તે સબબ કચ્છ પ્રદેશના આયોજન માટે કચ્છની કડવા લેવા સમાજોની સંયુકત બેઠક ઉમિયાધામ વાંઢાય ખાતે યોજવામાં આવી હતી. જેમાં આયોજનની પાંચ પાંચ સભ્યોની સમિતી રચવા નક્કી કરાયું હતું કચ્છની માતબર આ સંસ્થાઓ એ દર વર્ષ આવું સંયુક્ત આયોજન કરવા નક્કી કર્યું હતું. ચાલુવર્ષ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર રજત જયંતિ ઉજવણીનું હોવાથી આ રમતોત્સવ આ ઉપલક્ષમાં યોજાવાનું નક્કી કરાયું હતું તા. 15/10/2018 ના આ રમતોત્સવ ભુજ સમાજના શ્રી લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ‌ ખાતે સવારે 8:30 થી સાંજ સુધી યોજાશે. વ્યક્તિગત અને સાંઘીક રમતોમાં બન્ને જ્ઞાતિના 600 થી વધુ‌ ખેલાડીઓ ભાગ લેશે. આ બેઠકમાં નવધાભક્તિ અભિયાન અંતર્ગત નવરાત્રી પદયાત્રા બાદ ભચાઉથી ભુજ અને ગાંધીધામથી માતાનામઢ તથા માંડવી થી યક્ષ સુધી સફાઈ અભિયાન હાથ ધરાશે. 280 કી.મી.નો આ માર્ગ લેવા કડવા પટેલ યુવાનો એક કલાકમાં સાફ કરી ગિનિશબુક રેકર્ડ બનાવશે એવી વાત બેઠકમાં કરાઈ હતી. બંન્ને સમાજોના દરેક પાંખના આગેવાનો‌ જોડાયા હતા.