ગુજરાતના વિકાસમાં લેઉવા પાટીદાર સમાજ અગ્રસ્થાને

20190122_080309-40

ગુજરાતના વિકાસમાં લેઉવા પાટીદાર સમાજ અગ્રસ્થાને

દ્વિતીય દવજારોહણ પ્રસંગે મુખ્યમંત્રીએ ખોડલધામની સરાહના કરી : ખૉડલધામ ટ્રસ્ટના કચ્છને બે કન્વિનર પદ બે વર્ષ પહેલાં સમગ્ર દેશદુનિયામાં ગુજરાતી સમુદાયમાં સંગઠનના માધ્યમે ચર્ચા જગાવનાર ખોડલધામ મંદિર સર્જનને બે વર્ષ પુરા થતાં વાર્ષિકોત્સવ અદ્મ્ય સામાજીક‌ ભાવનાથી ઉજવાયો હતો. અખિલ ભારતીય કન્વિનર મિલનમાં પ્રતિનિધિઓ ઉમટ્યા હતા. ભુજ સમાજના ચાર ટ્રસ્ટીઓ અરજણભાઈ પિંડોરિયા, વિશ્રામભાઈ વરસાણી,કે.કે. પટેલ, ગોપાલભાઈ ગોરસિયાની નોંધ લેવાઈ હતી. શ્રી પિંડોરિયાએ કોર કમિટીમાં ભાગ લીધો હતો. વાગડ સમાજના પ્રમુખ નરસિંહભાઈ અને નારાણભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. અંબાવીભાઈ વાવીયા, ભચુભાઈ આરેઠીયા અને કાનજીભાઈ પટ્ટણીની નોંધ લેવાઈ હતી. કચ્છ ક્ષેત્રના ખોડલધામ સંસ્થાના કન્વિનર તરીકે યુવક સંઘ મંત્રી વસંત પટેલ અને વાગડના રમેશ પટેલની નિયુક્તિ ચેરમેન નરેશ પટેલે કરી હતી. ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલે ભુજ ખાતે રજત જ્યંતી મહોત્સવની સાક્ષીએ ચોવીસીને આપેલ ખાત્રી પાળતાં મુખ્યમંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સાથે પરિવર્તક બેઠક કરાવી ચોવીસીના લેવા પટેલોનું સીધું નક્કર ઉપરાણું લીધું હતું અને સમસ્યાઓ નિવારવા સીધા સંપર્કની કડી સાધી હતી. તેમણે કચ્છી લેવા પટેલ સમાજની આરોગ્ય અને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નિર્માણ સહિતની સાર્વજનિક સેવાની માહિતી રાજ્યના વર્તમાન ટોચના નેતૃત્વને આપી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત બિન અનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ જ્ઞાતિને કચ્છમાં કનડતા પ્રશ્નો તરફ ધ્યાન દોર્યું હતું . આગામી સમયમાં લેવા પટેલ જ્ઞાતિના દરેક પક્ષના રાજકિય નેતાઓ ભુજ સમાજની મુલાકાત લે તેવો વિચાર ખોડલધામે દર્શાવ્યો હતો. કચ્છી લેવા પટેલ સમાજ પ્રમુખ હરિભાઈ કેશરા હાલાઈ,એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસીયાના આયોજન હેઠળ આ બેઠકમાં ખોડલધામના નવનિયુકત ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ સમાજ ભુજ વતી ત્રણેય પાંખોના મંત્રી રામજીસેંઘાણી, કેશરાભાઈ પિંડોરિયા, વસંત પટેલ તેમજ ભુજ સમાજ યુવક સંઘ પ્રમુખ મનજી પિંડોરિયાએ રાજ્યના શિર્ષ સત્તાધારી પક્ષ અને સરકાર સમક્ષ કચ્છનો પક્ષ મુકી વહિવટી તંત્ર સાથેના પ્રશ્નો નિવારવા વિચાર વિમર્શ કર્યો હતો.આગામી સમયમાં સમાજ અને સામાજીક પ્રવૃત્તિઓને બળવતર બનાવવા નિર્ણાયક અને હિંમતસભર દીશામાં આગળ વધવા સંકલ્પ દ્રઢ કરાયો હતો. રાજકોટ ખાતે ખોડલધામ શિક્ષણસંકુલ શરૂ કરવા જઈ રહ્યું છે. તે અંગેની માહીતી અપાઈ હતી. કૃષિ વિભાગ શરૂ કરાયો હતો. આ પ્રસંગે બોલતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના વિકાસમાં લેઉવા પાટીદાર સમાજ અગ્ર હોવાની લાગણી દર્શાવી હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની આંગળી પકડી પોતે રાજકારણમાં આવ્યાનો ભૂતકાળ યાદ કર્યો હતો. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ટકોર કરતાં સમગ્ર લેઉવા પટેલ સમાજને કહ્યું કોઈ મુઠ્ઠીભર લોકો ભરમાવી ન જાય એ જોજો.. આ પ્રસંગે ગુજરાત સ્તરે સંગઠન મજબૂત કરવા ચિંતન કરાયું હતું. ખોડલધામ અને કચ્છી લેવા પટેલ સમાજ વધુ‌ નજીક આવ્યા હતા.