અમે ધરતી પૂત્રો ગૌમાતાને મરવા નહીં દઈએ :: કચ્છી પટેલ સમાજ ભુજ દુકાળરાહત અભિયાન

inCollage_20190128_075306683-41

અમે ધરતી પૂત્રો ગૌમાતાને મરવા નહીં દઈએ :: કચ્છી પટેલ સમાજ ભુજ દુકાળરાહત અભિયાન

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા કન્યા વિદ્યામંદિર રજત જ્યંતી મહોત્સવ અનુલક્ષીને આરંભેલ ગૌસેવા યજ્ઞ સમગ્ર કચ્છમાં ચાલી રહ્યો છે. અબડાસા, લખપત, ભચાઉ,રાપર જેવા દુર્ગમ અને દુકાળગ્રસ્ત વિસ્તારોમાં લીલાચારાના ટેમ્પા પહોંચી રહ્યા છે ભાંભરતી ગાયોને કપરા દિવસો પાર કરાવવા સમાજના યુવાનો દોડી રહ્યા છે .સમિતીના લક્ષમણભાઈ રાઘવાણી, ધનસુખભાઈ ભીખાલાલ સિયાણી અને અરજણ ભીખાલાલ સિયાણીએ જણાવ્યું છે કે જ્યાં વધુ જરૂર દેખાય ત્યાં ધ્યાન દોરજો તો શક્ય તેટલો‌ પ્રયાસ કરી શકાશે. હાલ અમુક‌ ગામની સીમમાં અવાડા બનાવવા અને ભરવાનું કામ પણ થયું છે એનો અહેવાલ અલગથી આપવામાં આવશે. સમાજ દ્વારા અત્યાર સુધી 50,00,000 થી વધુનું નીરણ અપાઈ ચૂક્યું છે સેવાભાવી દાતાઓ‌ સેવાકાર્યમાં સાથ આપવા માંગતા હોય એણે 02832 231177 ભુજ સમાજ કાર્યાલય, સરદાર પટેલ વિધાસંકુલ ભુજ મુંદરા રોડ ભુજ‌ કચ્છ ખાતે સંપર્ક કરી શક્શે.