ભુજ સમાજની સૂચિત કે.કે. પટેલ હોસ્પિટલની ભૂમિના‌ પ્લાનિંગ એન.એ.ના આખરી તબક્કામાં : ભાડામાં રજૂ

20190204_110343-480x480-42

ભુજ સમાજની સૂચિત કે.કે. પટેલ હોસ્પિટલની ભૂમિના‌ પ્લાનિંગ એન.એ.ના આખરી તબક્કામાં : ભાડામાં રજૂ

કચ્છી લેવા પટેલ સમાજ ભુજે સરહદી અને આર્થિક અભાવગ્રસ્ત કચ્છ જિલ્લાની 21 લાખની માનવ વસ્તીના આરોગ્ય કલ્યાણ માટે વધુ એક સંકલ્પને સાકાર કરવા કાર્ય આગળ ધપાવ્યું છે સમગ્ર આરોગ્ય પ્રકલ્પના સ્વપ્નદ્રષ્ટા અને સમાજના વિકાસપુરુષ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસીયાએ આપેલી માહીતી અનુસાર ભુજ વિકાસ સત્તા મંડળ (ભાડા)માં નકશા અને પ્લાનિંગ રજૂ કરાઈ ચૂક્યું છે. આગામી સમયમાં તે કલેક્ટરશ્રી સમક્ષ બિનખેતી પ્રક્રિયા માટે મુકાશે. આ સંદર્ભે કચ્છ સમાહર્તા કલેકટર શ્રીમતિ રેમ્યા મોહને એક મુલાકાતમાં જણાવ્યું કે આ હોસ્પિટલ કચ્છ માટે જીવાદોરી બનશે સાથે પણ કચ્છના આજુબાજુના જિલ્લાઓ માટે પણ ઉપયોગી બનવાની છે ત્યારે અમારી ફરજ પણ વિષેશ બની રહે છે. તેમણે ઉમેર્યું કે આ કાર્યથી કચ્છની 21 લાખની વસ્તીને લાભ મળશે. તંત્ર એ માટે શક્ય તમામ સહયોગ આપશે. કચ્છી લેવા પટેલ સમાજ અને તેમના તમામ દાનેશ્વરી દાતાઓને આ કાર્ય માટે તેમણે અભિનંદન આપ્યા હતા.ખાસ કરીને ભૂમિ સહિતનું દાન આપનાર કે.કે. પટેલ સાથે દુરવાણી પર વાત કરી સમગ્ર કચ્છ અને રાજ્યના તંત્ર વતી આભારની લાગણી પ્રગટ કરી હતી. દરમ્યાન કચ્છ યુનિવર્સિટીથી સૂચિત કે.કે‌. પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સુધીનો માર્ગ ચારમાર્ગિય બનાવવા ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઈ પટેલ પાસે રજૂઆત કરાતાં સૈધાંતિક‌ મંજૂરી સ્થળ પર જ આપી દેવાઈ હતી. આ કાર્ય માટે ખોડલધામે પણ ભલામણ કરી માતૃસંસ્થા તરીકે ફરજ નિભાવી હતી. કેવી હશે હોસ્પિટલ ? બેઝમેન્ટ અન્ડરગ્રાઉન્ડ અને આઉટ ડોર પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર‌ સાથે બે માળ‌ એમ જમીન બહાર ત્રણ અને એક જમીન અંદર રખાયો છે. 18 ફૂટ‌ પહોળા રસ્તા અને સમગ્ર પરિસરમાં વૃક્ષારોપણ, વર્તમાન સમયાનુસાર લેન્ડસ્કેપ નો સમાવેશ છે. આગામી 50 વર્ષ દૃષ્ટિએ તમામ વ્યવસ્થાઓ વિચારાઈ છે. જેને ત્રણેય પાંખો વધુ વિચાર વિમર્શ પછી સમુદાય સમક્ષ મુકશે.હાલ એન.એ. હેતુસર ભૂમિ લે આઉટ નકશાની પ્રક્રિયા સમાજના અનુભવી યુવાનો આગળ ધપાવી રહ્યા છે તેમના કહેવાનુસાર આગામી એક દોઢ માસમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવાશે. હાલ કાર્ડિયાક અને કીડની વિભાગ માટે એક લાખ ચો.ફૂટ બાંધકામનો અંદાજ છે કુલ ત્રણ તબ્બકે બાંધકામ કાર્ય આગળ ધપાવાશે. સમાજ‌ પ્રમુખ‌ હરિભાઈ હાલાઈએ જણાવ્યું કે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પીટલ લેવા પટેલ જ્ઞાતિજનોના સેવા ઈતિહાસ અને અસ્મિતા સાથે જોડાયેલ‌ છે દાન આપનાર દાતાઓએ મુકેલા‌ અભૂતપૂર્વ વિશ્વાસના કારણે તે સમાજના અગ્રક્રમે છે કોઈ પણ રોગ સામે લડવાની તૈયારી છે.આયુર્વેદિક અને કુદરતી ઉપચાર સમાવિષ્ટ છે. શારીરિક સાથે મનોરોગીયોની દવા કરાવાની તાતી જરૂર છે છેલ્લા દાયકામાં માનવ સર્જીત આર્થિક પાયમાલી પછી ભોગગ્રસ્ત સમુદાય મનોરોગ તરફ ધકેલાયો છે અગાઉ અમુક વૃદ્ધ વડિલો માટે દવાની વ્યવસ્થા બળદિયાના લક્ષ્મણબાપાએ કરી હતી. ચોવીસીના સેંકડો લોકોને સ્પર્શતી આ સમસ્યા અને આર્થિક દોહન અમુક નેતાઓના સામાન્ય સાંસ્કૃતિક શિસ્તભંગના કારણે વકરી હતી કે કેમ એ મુદ્દાના ઉપચારની તાતી આવશ્કતા છે. આરોગ્ય ક્ષેત્રે સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના ઐતિહાસિક નિર્ણયમાં તન મન ધનથી વ્યક્ત થઈ રહેલા સાથ સહકારથી નવા સર્જનના મંડાણ થયા છે. આ હોસ્પિટલ સમાજની અસ્મિતાનું પ્રતિક બનશે જ. હોસ્પિટલ ના આગળના ભાગે ભૂમિ પર પાર્કિંગની વ્યવસ્થા થાય બગીચા વૃક્ષ ઉછેર માટે જમીન રહે એ માટે યોગ્ય પ્રક્રિયા માંથી પસાર થઈ રહેવાયું છે. એન.એ.ના હુકમ સાથે બાંધકામ કાર્યના શ્રી ગણેશ થશે એ ક્ષણની વિશ્વવાસી સૌને પ્રતિક્ષા હોય એ સ્વાભાવિક છે.