સોમવારે ભુજ સમાજ દ્વારા નારાણપર ખાતે દાડમની ખેતી વિશે સેમિનાર

Image

સોમવારે ભુજ સમાજ દ્વારા નારાણપર ખાતે દાડમની ખેતી વિશે સેમિનાર

કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા કૃષિ ઉત્કર્ષ યોજના શરૂ‌ કરાઈ છે તે અંતર્ગત જમીન ચકાસણી કાર્ય પ્રગતિમાં છે. કૃષિ મોલમાં વ્યાજબી ભાવે સારા ઉર્વરક ખાતર બિયારણ વેચાણ કરાય છે દરમ્યાન ખેતી તજજ્ઞો શિબિરોના માધ્યમે માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપક્રમે તા. 11/3/2019 સોમવાર સવારે 9 કલાકે ભુજ તાલુકાના નારાણપર ગામે વિનોદભાઈ વેકરીયાની વાડીમાં દાડમની ખેતી માર્ગદર્શન સેમિનાર રખાયો છે જેમાં પધારવા ખાસ આમંત્રણ પાઠવાયું છે. લેવા પટેલ કૃષિ મોલ આયોજિત આ શિબિર સમાજ પ્રમુખ હરિભાઈ કેશરા હાલાઈ સહ સમાજ કારોબારીના સભ્યો, એજ્યુ.મેડિ. અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, જિલ્લા ખેતી વાડી અધિકારી ફાલ્ગુન મોઢ સહિત આ સાથેની આમંત્રણ પત્રિકામાં ઉલ્લેખિત તજજ્ઞો ઉપસ્થિત રહેવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે જેના ફાર્મ પર આ શિબિર છે તે વિનોદભાઈ માવજી વેકરીયાએ ગત વર્ષે 350 થી 400 ગ્રામના દાડમ પકવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. ચાલુ સાલે 750 થી 900 ગ્રામના દાડમ પકવી વિક્રમ સર્જ્યો છે એમના આ દાડમ છેક રશિયા નિકાશ થયા હતા. ખેડૂતો એકબીજાની ખેતીના અનુભવ અને પ્રશ્નો‌ રજૂ કરી સમાધાન મેળવી શક્શે. નારાણપરના આ યુવા ખેડૂનું ફાર્મ ઉત્પાદન‌ અને ગુણવત્તાની દૃષ્ટિ એ ગુજરાત રાજ્યમાં પ્રથમ હરોળે આવે તેવું હોવાનું ખેડૂતોનું કહેવું છે તો તેની માવજતનો લાભ તમામ ખેડૂતોને મળે તેવો પ્રયાસ કરાશે. આ સંમેલનમાં વધુમાં વધુ ખેડૂતો પધારે તે માટે આ લિંકને શેર કરવા વિનંતી કરાઈ છે.