કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યા મંદિર રજત જયંતી ગરિમા મહોત્સવનો લોગો સમાજના છાત્ર- છાત્રાઓએ સર્જ્યો

Screenshot_20181201-032824_Drive-5

કચ્છી લેવા પટેલ ક્ન્યા વિદ્યા મંદિર રજત જયંતી ગરિમા મહોત્સવનો લોગો સમાજના છાત્ર- છાત્રાઓએ સર્જ્યો

તા.29/09/2018 ના કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર રજત જયંતિ મહોત્સવનો લોગો પ્રકાશિત કરાયો. એક સાથે 51 સંદેશ આપતા આ લોગોની મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે સંઘર્ષથી સમૃધ્ધિ, અંધકારથી અસ્મિતાના અજવાસ સુધીની કચ્છી લેવા પટેલ જ્ઞાતિની સત્વશીલ‌ સફરમાં નારી શક્તિએ જે સમર્પણ‌ કર્યું‌ છે એનો‌ જોટો જડે તેમ નથી. પ્રકાશિત લોગો એટલે પણ ગૌરવશાળી છે કે તેનું સર્જન સમાજ સંસ્થાના છાત્ર-છાત્રાઓએ કર્યું છે... કુદરતે સર્જેલ‌ વિપરીત સ્થિતી, અભાવ સર્જીત અનહદ ઉપેક્ષા સહેનાર કણબી કન્યાના નસીબમાં શિક્ષણપ્રકાશનો અભાવ હતો. તક ન હતી. જેમ ચારણ કન્યા પોતાના શૌર્યથી ડાલામથાને ડરાવે તેમ‌ શ્રમના ખેતરમાં પસીનાનું અર્ક ઉમેરનાર કણબી કન્યાએ પુરુષાર્થના પરાક્રમે પ્રારબ્ધને પરાસ્ત કર્યું છે. કર્મકૂચનો જયઘોષ ગજવ્યો છે. જ્યારે પાવડાનું સ્થાન પેન‌ પાટીએ લીધું તે ક્ષેત્રમાં પણ પટલાણીના હીર ક્ષીરની અનુભૂતિ કરાવી દીધી..રમતગમતમાં રાજ્ય રાષ્ટ્ર ના શાળાકીય મેદાનો ગજવનાર કન્યા વિદ્યામંદિરની યાત્રા આ લોગોનો કેન્દ્રવર્તિ સંદેશ છે. ... આજ મેં ઉપર જમાના હૈં નીચે,... સ્વપ્નોની‌ ઉડાન ....25 વર્ષની યાત્રા ... પટેલના પુરુષાર્થમાં પવિત્રતાની બરકત છે તો નેશન ફર્સ્ટનો ...સંદેશ લોગોમાં સૌથી ટોચે છે જ્ઞાતિવાદ નહી જ્ઞાતિવ્હાલ.. પોતાની જાતને સ્વજ્ઞાતિને બંધારણની મર્યાદામાં વિકાશના પંથે લઈ જવો ..એ સંકુચિત જ્ઞાતિવાદ નથી પ્રખર રાષ્ટ્રવાદ છે...કણબીના ધાવણમાં ભારતભક્તિ છે....નેશન ફર્સ્ટ... વરસતા બોમ્બ બારુદ વચ્ચે માથે તગારા ઉપાડી એક મા બીજી મા ના શીયળને સાચવી લે તેમ ભારતમાતાની‌ લાજ સાચવી લેનાર આ તળપદા સમુદાયની કણબી મહિલા.... જે કાર્ય ઠાની લે તેને પાર પાડી જ લે ....આ સંદેશ છે કન્યા વિદ્યા મંદિર રજત જયંતી " ગરિમા મહોત્સવ 2018 " ના અતિવિશિષ્ટ લોગોનો.....બે બાજુ કૃષિના પ્રતિક તરીકે ઘઉં સુવર્ણ રંગા કણસલાં‌ છે એ બતાવે છે કે જગતમાં સાચી સુવર્ણ સમૃધ્ધિ કૃષિ છે. તો સૌથી નીચે તારીખ અને સમયગાળાનો‌ ઉલ્લેખ છે.એ બતાવે છે કે સમય સાથે ચાલશે એ ટકશે. सा विद्या या विमुक्त्ये સંસ્કૃત રુચા વેદ માંથી લેવાઈ છે અજ્ઞાન તિમિરને ભેદી વિચારોની‌ આઝાદી શિક્ષણ અપાવે છે. લેવા પટેલ સમાજ પણ અખરના અજવાળે ઉપેક્ષાની આગ અને તિરસ્કારના ઝેર ને પચાવી શક્યો છે આજે દરેક ક્ષેત્રે પટેલ નામ હી કાફી હૈ...શિક્ષણ ત્રિનેત્ર છે . સૌથી ઉપર હિન્દુસ્તાનના આન બાન શાનના પ્રતિક સમાન ત્રિરંગી સંદેશ અપાયો‌ છે એ પ્રતિક છે એ વાતનું કે કચ્છી લેવા પટેલ સમાજે સંસ્કાર યુકત‌ કન્યા કેળવણીની મહાક્રાન્તિમાં દેશને સૌથી ઉપર રાખ્યો છે. ભારત હમે જાન સેં ભી પ્યારા હૈ.. ગુલીસ્તાં હમારા હૈ.... સ્વપ્નોની‌ ઉડાનનો સંદેશ કંડારાયો તો ઉગતા પ્રભાતના અજવાશમાં ક્રાન્તિનો‌ રંગ છે તેના કેન્દ્રમાં દિકરી છે એના અરમાન છે. તો ત્રણ લિસોટા સમ દેખાતી ત્રણ દિકરીઓ શિક્ષણના માધ્યમે ઊંચાઈ પામી છે હાથમાં સ્ટાર છે ..લોકો આકાશમાં સ્ટાર શોધે છે કોક નસીબ,ભાગ્ય કે ભાલમાં સ્ટાર શોધે છે કન્યા દિકરીઓના હાથમાં સ્ટાર છે..એ દર્શાવે છે કે ભાગ્યવાદ નહી કર્મવાદ અમારો રાજમાર્ગ છે ..સમાજ રૂપી પરિધના કેન્દ્રમાં સ્ત્રી‌ છે. શકિત સ્વરૂપે છે..નાભીકેન્દ્ર છે ત્રિરંગી જ્યોતાકાર મધ્યમાં હિન્દુસનાતન વૈદિક ઓળખને ઉજાગર કરતો ઓમનો પ્રકાશ છે ઈશ્વર એક છે તેને પામવાના માર્ગ‌ જૂદા જૂદા છે શનિવારે સાંજે સમાજના પ્રમુખ તથા ત્રણેય પાંખોના સભ્યોએ આગામી ડિસેમ્બરમાં યોજનાર ચાર દિવસીય મહોત્સવનો‌ લોગો પ્રકાશિત કર્યો.ચિતારે જે સંદેશાના રંગ પૂર્યા તે જોઈ‌ આત્મવિશ્વાસ, ગરિમા ગગનમાં લેવા પટેલ દિકરીઓનીએ ઊંચી છલાંગ ભરી‌ લીધી છે. ઉડતા પક્ષીઓ તેનું પ્રતિક છે.. એકબાજુ કારકિર્દી છે‌ તો‌ બીજીબાજુ આત્માના શ્રેષ્ઠત્વના પ્રાગટયનો ઉત્સવ...અંગૂઠાછાપ‌‌ હોવાની‌ પીડા જૂની પેઢીએ વીંછીના ડંખની જેમ‌ સહી છે. આજે કન્યા કેળવણી માટે મોટું કામ થયુ છે . થઈ રહ્યું છે...આ મુદ્રા પ્રતિક છે‌ સમાજના વૈવિધ્યની મજબૂતાઈનું. નઘારે ઘા વાગી‌ ચૂક્યો..દાંડી પીટાઈ... બસ હવે એક જ નિર્ધાર ..શિક્ષણ ...શિક્ષણ...શિક્ષણ ... આ ઉદઘાટિત લોગો‌ સમાજ‌ સ્કૂલના દિકરા દીકરીઓના‌ કૌશલ્યનું જ નહીં એના આત્માની અભિવ્યક્તિની ઊંચાઈ ના દર્શન કરાવે છે ઉતસવને પ્રેરણાપૂંજ લોગો આપનાર એમાં સુધારા સૂચવનાર ઘડવૈયાઓને અભિનંદન અપાયા હતા. આ લોગો આત્મ ગૌરવ‌ અગાથ પ્રેરણાનો ધસમસતો મહાનલ બની‌ રહેશે એમાં મીન‌મેખ નથી.જય હિન્દ....