યુ.કે કોમ્યુનિટી મેગા મેલા તા. 7/10/2018

Image

યુ.કે કોમ્યુનિટી મેગા મેલા તા. 7/10/2018

કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુ.કે. નો મેગા મેલા તા. 7/10/18 ના નોર્થહોલ્ટ પરિસરમાં યોજાવાનો‌ છે. દરવર્ષની જેમ સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાતિભોજન સહિતના આયોજનો કરાયાં છે. યુકે કોમ્યુનિટી સંચાલિત સેટરડે સ્કૂલને 40 વર્ષ પૂર્ણ થતાં માતૃભાષા ગુજરાતીના મહાત્મય વિશે ખાસ એક સત્ર રખાયું છે. તો યુ.કે કોમ્યુનિટીના વિકાસનું પ્લાનિંગ જ્ઞાતિજનો સમક્ષ મુકવામાં આવશે. નવા બાંધકામની ફાઈલ સરકાર પાસે મંજૂરીની અપેક્ષાએ પેન્ડિંગ છે. ઈન્ડિયા ગાર્ડન શુ છે ? યુ.કે કોમ્યુનિટીના નવા સ્ંકુલને ઈન્ડિયા ગાર્ડન નામ અપાયું છે. ભારતદેશનું ગૌરવ કરનાર આ નામકરણ સાથે ઉભીથનાર સગવડો પણ વિશિષ્ટ હશે. શું હશે સગવડો ? 1. ઈન્ડોર રમતગમતના મેદાનો 2. વિશાળ લગ્ન હોલ 3. ભોજનાલય 4. વડિલોમાટે બેસવા ભારતીય ઓટલા 5. જીમ યુવાનો - વડિલો માટે 6. વિશાળ પાર્કિંગ કેટલો થશે ખર્ચ ? યુ.કે કોમ્યુનિટીએ પોતાના ઈતિહાસમાં સૌથી મોટા અને મહત્વાકાંક્ષી આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 12 મિલિયન પાઉન્ડ એટલે કે 114 કરોડ રૂપિયા પ્રાથમિક તબક્કે અંદાજ્યો‌ છે. શું થશે ફાયદો ? આ પ્રોજેક્ટ સાકાર થયા પછી જ્ઞાતિજનોને વ્યાજબી કિંમતે લગ્ન હોલ‌ ઉપલબ્ધ થઈ શકશે. નવી પેઢી રમતગમતના માધ્યમે નજીક‌ આવશે. બિઝનેશ મેળા, જ્ઞાતિ‌ સંમેલનો‌ યોજી શકાશે. ભવિષ્યમાં આરોગ્ય કે શિક્ષણ સંદર્ભે સુવિધાઓ‌ સર્જી શકાશે. સગવડો વધતાં જ્ઞાતિજનોના ભાડાં બચશે. યુરોપની સૌથી મોટી નવરાત્રી ક્યાં કોણ યોજે છે ? કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુરોપની સૌથી મોટી‌ નવરાત્રી યોજે છે. નવું સંકુલ બન્યા પછી માર્કી (મોટો તંબું ) નું ભાડું કાયમી ધોરણે બચશે. મેગામેલામાં ભોજન - પાર્કિંગ નિ: શુલ્ક. છે. જ્યારે નવરાત્રીમાં પાસ સિસ્ટમ છે.