ચોવીસીના ઈતિહાસમાં કોણે આપ્યું સૌથી મોટું દાન...કઈ સંસ્થા બની મેગા દાન માટે હક્કદાર....?

20181127_213958-993x809-744x606-2

ચોવીસીના ઈતિહાસમાં કોણે આપ્યું સૌથી મોટું દાન...કઈ સંસ્થા બની મેગા દાન માટે હક્કદાર....?

કચ્છી લેવા પટેલ સમાજ અમદાવાદને 20 કરોડ રૂપિયાનું દાન મળતાં એકબાજુ દાન આપનારે ચોવીસીના ઈતિહાસમાં સૌથી વધુ રકમના દાનનો ઈતિહાસ રચ્યો છે તો બીજીબાજુ અમદાવાદ સમાજે પણ‌ પોતાની સેવા સુવાસના પ્રતાપે સૌથી મોટો આંક મેળવી સામાજીક સંસ્થાઓનું ગૌરવ ગરિમા અને વિશ્વાસ વધાર્યો છે..એક અર્થમાં દાતા અને સંસ્થા બંન્ને મહાન હોવાનું પ્રતિપાદીત થયું છે...જ્ઞાતિમાં જયઘોષ ગાજયો‌ છે તો આમ સમુદાયમાં પણ પાણીદાર પટેલોના સમર્પણને વધુ‌ ઊંચાઈ પ્રાપ્ત થઈ છે... કોણ છે મહાદાતા ::: મૂળ ફોટડીના મોમ્બાસા નિવાસી ભુડીયા પરિવારથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે...અ.નિ. પ્રેમજી જેઠા ભુડિયા અને માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી ભુડિયા પરિવાર આરોગ્ય ક્ષેત્રે શિરમોર છે.