શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર, ભુજ –કચ્છ

શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ, ભુજ

કચ્છી લેવા પટેલ જ્ઞાતિની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે ભુજમાં છાત્રાલય આવાસ સુવિધા આપવાના હેતુ થી ઈ.સ. ૧૯૮૮ માં કન્યા સંસ્કારધામ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

આવાસ, ભોજન સહિતની સુવિધા પૂરું પાડતું આ સંકુલ ૨૮ દીકરીઓમાં પ્રવેશથી આરંભાયું અને ઈ.સ ૨૦૦૧ થી ૨૦૦૭ દરમિયાન ૧૪૫૦ જેટલી સંખ્યાએ પહોંચ્યું. જ્ઞાતિની કન્યાઓને નિર્ભય - વિશ્વાસ વર્ધક વાતાવરણ પૂરું પડાયું. અહીં ૨૦૦ જેટલી દીકરીઓને દત્તક પણ લેવાઈ હતી. તેની સંપૂર્ણ ફી - અભ્યાસનો ખર્ચ પણ સમાજ દાતાઓના સહયોગે ભોગવતું હતું. આ સંસ્થાએ જ્ઞાતિમાં કન્યા ક્રાંતિનું અતિ મહત્વાકાંક્ષી પરિમાણ સાર્થક કરી બતાવ્યું. અત્યાર સુધી અહીં ૬ હજાર થી વધુ દીકરીઓનું જીવન ઘડતર થઇ ચૂક્યું છે.

અત્યાર સુધી ગામવાર કન્યાઓને શિક્ષીત કરાઈ તેના આંક આ મુજબ છે.

માધાપર ૪૨૭, મીરઝાપર ૨૯૮, સુખપર ૯૬૭, માનકુવા ૬૧૦, ભારાસર ૨૪૦, કોડકી ૩૧૪, ફોટડી ૧૨૧, સામત્રા ૨૫૯, સુખપર રોહા ૯૨, સુરાજપર ૨૫૦, બળદિયા ૪૧૬, કેરા ૧૨૪, કુંદનપર ૭૫, નારાણપર ૧૭, મેઘપર ૧૯૩, ગોડપર ૮૧, દહીંસરા ૮૧, સરલી ૨૨૨, રામપર ૨૭૦, વેકરા ૨૧૨, વાડાસર ૧૨૨, હરીપર ૬૫, માંડવી ૫૮૮, અંજાર ૫૩, કુલ ૬૪૭૩.

kanya sanskardham

શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યા મંદિર, ભુજ –કચ્છ

kanya vidhyamandir

૨૮ દીકરીઓથી શરુ થયેલી કન્યા સંસ્કારધામ છાત્રાલયની સ્થાપનાથી જ્ઞાતિમાં કન્યા કેળવણી પરત્વે જાગૃતિ આવવા લાગી. પ્રારંભે અહીં રહેતી દીકરીઓ શહેરની શાળાઓમાં ભણવા જતી હતી. સંખ્યા વધતા સમાજે વિચાયુઁ કે જે પોતાની હાઈસ્કૂલ હોય તો છાત્રાલય સાથે જ એક સંકુલમાં કેળવણી કાર્ય થઈ શકે.

ઈ.સ. ૧૯૯૨ માં શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, ભુજની સ્થાપના કરવા માં આવી હતી. અને કન્યા સંસ્કારધામમાં રહેતી તમામ દીકરીઓને આ શાળામાં પ્રવેશ અપાયો. આ કન્યા શાળા તેની સ્થાપનાનું રજત જયંતી વર્ષ ઉજવી રહી છે. હજારો દીકરીઓ અહીં અભ્યાસ કરી કારકિર્દીના સોપાન ચડી ચુકી છે. અહીં ધો.૧ થી ૧૨ સુધી સામાન્ય - વાણિજ્ય પ્રવાહ, હોમ સાયન્સ નું શિક્ષણ ઉપલબ્ધ છે.