ભુજ સમાજ ટાઈમ લાઈન

 • ૧૯૬૫ભુજ સમાજ સ્થાપના, બંધારણ લખાયું
 • ૧૯૬૬જમીન ખરીદવા બેઠક
 • ૧૯૬૭2 - 32 એકર - ગુંઠા જમીન ખરીદાઈ જ્યાં હાલ કન્યા સંસ્કારધામ કન્યા વિદ્યામંદિર છે.
 • ૧૯૭૦શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજનું મકાન બંધાયું.
 • ૧૯૭૨શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજની સ્થાપના થઈ.
 • ૧૯૭૩યુવક સંઘ દ્વારા સરસ્વતી સન્માન, પ્રવાસ શરુ થયો.
 • ૧૯૭૫યુવક સંઘ દ્વારા જ્ઞાતિનું ત્રિમાસિક અંક મુખપત્ર શરુ થયું.
 • ૧૯૭૫ભુજ સમાજે જ્ઞાતિજનોને અન્યાયકારી શક્તિઓ સામે ખુલ્લાં આંદોલન ચલાવ્યા, જેથી લોકાદર વધ્યો.
 • ૧૯૮૧૧૯૮૧ થી ૮૭ જાગૃતિ અભિયાન તેજ બનાવાયું, પોલિયો ડોઝ, આર્થિક- શૈક્ષણિક આંદોલન શરૂ થયું.
 • ૧૯૮૧વિશ્વ જ્ઞાતિ પરિષદ યોજાઈ તે પ્રસંગે સમાજ હેતુ પ્રથમ વાર જાહેર ફંડ કરાયો.
 • ૧૯૮૭કન્યાઓને શિક્ષણ સુવિધા માટે છાત્રાલયમાં ભુજ મોકલવા ગામોગામ પ્રવાસ કરાયો.
 • ૧૯૮૮કન્યા સંસ્કારધામની સ્થાપના થઈ.
 • ૧૯૯૦ શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજનો રજત જયંતી ઉત્સવ ઉજવાયો.
 • ૧૯૯૨શ્રી કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર શાળા શરૂ કરાઈ.
 • ૧૯૯૨જ્ઞાતિની કન્યા કેળવણી માટે કેન્યા દેશનો પ્રવાસ સંસ્કારધામ ઋણ સ્વીકાર મહોત્સવ.
 • ૧૯૯૩જ્ઞાતિમાં સમાજ સ્તરે પ્રથમવાર સમુહલગ્નોની શરૂઆત. ૨૦૧૫ સુધી ૧૦૨૦ યુગલ જોડાયા.
 • ૧૯૯૭કચ્છી લેવા પટેલ સમાજ ભુજની વિવિધ પ્રવુતિઓ માટે ભુજ - મુન્દ્રા માર્ગે જમીન ફાળવાઈ.
 • ૧૯૯૭સમાજ દ્વારા કન્યા-કેળવણી ફંડ માટે આખાતી દેશોનો પ્રવાસ કરાયો.
 • ૧૯૯૮માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર( હોસ્પિટલ ) નું ખાતમુહર્ત
  • સમાજ કુમાર શાળા ( આર.ડી. વરસાણી) ખાતમુહર્ત
  • માતૃશ્રી ધનબાઈ ગાંગજી ભુડીયા કોમ્યુનિટી હોલ નું ખાતમુહર્ત
  • મેં. લક્ષ્મણભાઈ ભીમજી છાત્રાલય વિંગ અને સમાજ મુખ્ય કાર્યાલયનું ઉદ્દઘાટન
 • ૨૦૦૦સમાજ હોસ્પિટલ ( માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ભુજ ) નું ઉદ્દઘાટન
 • ૨૦૦૧ભૂકંપ સમાજની બિલ્ડીંગોને નુકશાન.
 • ૨૦૦૪કુમાર છાત્રાલયની વિંગનું ' માતૃશ્રી કુંવરબાઈ કરસન રૂડા હાલાઈ નામકરણ કરાયું .
 • ૨૦૦૪માતૃશ્રી આર.ડી. વરસાણની કુમાર વિદ્યાલય ઉદ્દઘાટન, સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ, લાલજીભાઈ રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ ઉદ્દઘાટન, આંખ વિભાગ - ઓપેરશન થિયેટર પ્રારંભ.
 • ૨૦૦૭બળદિયા સર્વોદળ ના મેડિકલ કેમ્પમાં ભુજ સમાજે વ્યવસ્થા સહયોગ આપી નિ:શુલ્ક સર્જરીઓ ધરાવતા કેમ્પ સંસ્કૃતિનો પ્રારંભ કરાવ્યો.
 • ૨૦૧૦ભુજ સ્વામિનારાયણ નૂતન મંદિર મહોત્સવ નિમિતે વિવિધ આઠ કેમ્પમાં વ્યવસ્થા સહયોગ આપી ૩૬ હજાર દર્દીઓને નિરામય જીવન માટે પ્રયાસ કર્યો.
 • ૨૦૧૦શ્રી કચ્છી લેવા પેટલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપના
 • ૨૦૧૨શ્રી કચ્છી લેવા પટેલ કન્યા - કુમાર ઉચ્ચતર પ્રાથમિક વિભાગ શરુ થયો.
 • ૨૦૧૩શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ રજત જયંતી મહોત્સવ ઉજવાયો.
 • ૨૦૧૫શ્રી કચ્છી લેવા પટેલ સમાજ સુવર્ણજયંતી મહોત્સવ ઉજવાયો
 • ૨૦૧૫કચ્છી લેવા પટેલ જ્ઞાતિ ઈતિહાસ - સંઘર્ષ ગાથા દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું
 • ૨૦૧૮શ્રી કચ્છી લેવા પટેલ કન્યા - કુમાર શિક્ષણ ધોરણ ૧(પ્રાથમિક) થી શરુ કરવામાં આવ્યુ.
 • ૨૦૧૮ડિસેમ્બરમાં કન્યા વિદ્યામંદિર શાળા રજત જયંતી મહોત્સવ ઉજવવાનું નક્કી કરાયું.